બોલિવૂડ એક્ટર આમિર ખાન ( aamir khan ) ભૂતકાળમાં તેની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ માટે ચર્ચામાં હતો. તેણે હાલમાં જ કાજોલ સ્ટારર ફિલ્મ ‘સલામ વેંકી’માં ગેસ્ટ અપિયરન્સ આપ્યું છે. આ બધાની વચ્ચે આમિર ખાને પોતાની ( production house ) ઓફિસમાં કલશ પૂજાનું ( kalash pooja ) આયોજન કર્યું છે. આ કલશ પૂજાની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં આમિર માથા પર ટોપી અને ગળામાં ગમછો પહેરેલો જોવા મળી રહ્યો છે. આ પૂજામાં આમિર ખાન સાથે તેની પૂર્વ પત્ની કિરણ રાવ ( ex wife kiran rao ) પણ જોવા મળી રહી છે.
આમિર ખાને પૂજા નું કર્યું આયોજન
આમિર ખાને તેના પ્રોડક્શન હાઉસ ‘આમીર ખાન પ્રોડક્શન’માં એક ખાસ પૂજાનું આયોજન કર્યું હતું. આ કલશ પૂજામાં તેમના અંગત અને વ્યાવસાયિક જીવન સાથે જોડાયેલા કેટલાક ખાસ લોકો જ સામેલ થયા હતા.’લાલ સિંહ ચઢ્ઢા’ના ડિરેક્ટર અદ્વૈત ચંદને પૂજાની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં આમિર કલશની પૂજા કરી રહ્યો છે. આ પૂજામાં આમિર ખાને સંપૂર્ણ મહારાષ્ટ્રીયન લુક રાખ્યો હતો. તે માથા પર સફેદ ટોપી અને ગળામાં ગમછા સાથે પૂજા કરતો જોવા મળ્યો હતો. તે સોલ્ટ પેપર દાઢીવાળા લુક માં અને ચશ્મા પહેરેલો જોવા મળે છે. આ તસવીરોમાં આમિર ખાન પૂજામાં સંપૂર્ણપણે મગ્ન જોવા મળે છે. પૂજા બાદ તેઓ આરતી પણ કરી રહ્યા છે અને તેમની પૂર્વ પત્ની કિરણ રાવ પણ તેમની સાથે છે.
આ સમાચાર પણ વાંચો: ગુજરાત તરફ જનાર રેલ મુસાફરો માટે સારા સમાચાર :વિન્ટર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન બાંદ્રા ટર્મિનસ અને ગાંધીધામ વચ્ચે દોડશે
સોશિયલ મીડિયા પર થયો આમિર ખાન નો લુક વાયરલ
સોશિયલ મીડિયા પર આમિરના આ ઓલ-ગ્રે લુક પર લોકોની કોમેન્ટ્સ આવી રહી છે જે ખૂબ જ રસપ્રદ છે.એક યુઝરે લખ્યું, ‘મેં નામ વાંચ્યું ન હતું અને મને લાગ્યું કે તે શક્તિ કપૂર છે.’ અન્ય એક યુઝરે સાઉથના એક્ટર જગપતિ બાબુને યાદ કર્યા, જેમનો લુક આવો જ છે. આ ઉપરાંત આમિર ખાન તેના લુક ને કારણે ટ્રોલ પણ થઇ રહ્યો છે. લોકોએ કહ્યું કે એક્ટિંગમાંથી બ્રેક લીધા પછી પણ તેની એક્ટિંગ અટકી રહી નથી, જ્યારે એવું પણ કહેવામાં આવ્યું હતું કે જ્યારે ફિલ્મો પીટવા લાગી ત્યારે આમિર ખાન હિંદુ હોવાનો ડોળ કરી રહ્યો છે.
ब्रांड मिलने बंद हो गए,फिल्मे पिटनी शुरू हो गई तो फिर से हिंदू बनने का नाटक शुरू कर दिया है आमिर खान ने,झांसे में मत आना। #AamirKhan pic.twitter.com/bNtJSOwjCH
— Ajay Sehrawat (@IamAjaySehrawat) December 9, 2022
અદ્વૈત ચંદને પોતાની પોસ્ટમાં એ નથી જણાવ્યું કે આમિર ખાન પ્રોડક્શનની ઓફિસમાં આ પૂજા શા માટે રાખવામાં આવી હતી. આમિરની વાત કરીએ તો તેણે થોડા દિવસો પહેલા જ કહ્યું હતું કે તે એક્ટિંગમાંથી બ્રેક લઈ રહ્યો છે. તેણે કહ્યું છે કે હવે તે દોઢ વર્ષ પછી એક્ટિંગમાં પરત ફરશે. જો કે, આ દરમિયાન, તે નિર્માતા તરીકે સંપૂર્ણ રીતે સક્રિય રહેશે.
આ સમાચાર પણ વાંચો: પશ્ચિમ રેલવે સોમનાથ રેલવે સ્ટેશનને વિશ્વસ્તરીય સ્ટેશનમાં પરિવર્તિત કરશે. .
પૂજા માં નજર આવી તેની એક્સ વાઈફ કિરણ રાવ
આ તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે આમીરની સાથે તેની પૂર્વ પત્ની કિરણ રાવે પણ આ પૂજામાં ભાગ લીધો છે.કિરણે આરતીની થાળી પકડી છે અને આમિર હાથ જોડીને ઉભો છે.આમિર અને કિરણે ગયા વર્ષે તેમના 15 વર્ષના લગ્નજીવનનો અંત આણ્યો અને અલગ થઈ ગયા. પરંતુ બંને હજુ પણ તેમના પુત્ર આઝાદનો ઉછેર સાથે કરી રહ્યા છે.
