Site icon

Aamir Khan: હસવા માટે થઇ જાઓ તૈયાર, આમિર ખાને તેની આગામી ફિલ્મ ‘સિતારે જમીન પર’ માં તેના પાત્ર વિશે કર્યો ખુલાસો

Aamir Khan: આમિર ખાન તેની ફિલ્મ સિતારે જમીન પર ને લઈને ચર્ચામાં છે. તાજેતર માં આમિરે આ ફિલ્મ માં તેના પાત્ર વિશે ખુલીને વાત કરી છે.

Aamir Khan reveals his role in 'Sitaare Zameen Par'

Aamir Khan reveals his role in 'Sitaare Zameen Par'

News Continuous Bureau | Mumbai

Aamir Khan: આમિર ખાન ટૂંક સમયમાં તેમની નવી ફિલ્મ ‘સિતારે જમીન પર’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેમણે એક ‘ખુડૂસ’ બાસ્કેટબોલ કોચની ભૂમિકા ભજવી છે. આમિર ખાને ચીનમાં તેના ફોલોઅર્સ સાથે વાતચીત દરમિયાન ફિલ્મ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે આ ફિલ્મ ‘તારે જમીન પર’ની સિક્વલ છે, જે 10 પગલાં આગળ છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Kesari 3: અક્ષય કુમારે કરી કેસરી 3 ની જાહેરાત, આ મહાન યોદ્ધા પર હશે ફિલ્મ ની વાર્તા

આમિર ખાનના પાત્ર વિશે

આમિર ખાને જણાવ્યું કે ‘તારે જમીન પર’માં તેનું પાત્ર ખૂબ સંવેદનશીલ હતું, જ્યારે ‘સિતારે જમીન પર’માં તેનું પાત્ર સંપૂર્ણ વિપરીત છે. તે આ ફિલ્મમાં ખૂબ સખ્ત છે અને દરેકની બેઇજ્જતી કરે છે. આમિર ખાને જણાવ્યું કે આ ફિલ્મની વાર્તા એક બાસ્કેટબોલ કોચના પરિવર્તન વિશે છે. તે વિકલાંગ લોકો પાસેથી શીખે છે કે એક સારો માણસ બનવું શું છે. વધુ માં આમિર ખાને જણાવ્યું કે, ‘તારે જમીન પર’ ફિલ્મે તમને રડાવ્યા હતા પણ આ ફિલ્મ તમને હસાવશે. આ એક કોમેડી છે પણ થીમ એક જ છે.


આમિર ખાનની ફિલ્મ ‘સિતારે જમીન પર’નું નિર્માણ આરએસ પ્રસન્ના દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં જેનેલિયા દેશમુખ મુખ્ય ભૂમિકા માં જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Tu Meri Main Tera Main Tera Tu Meri OTT : ‘તુ મેરી મેં તેરા મેં તેરા તુ મેરી’ ની OTT રિલીઝ ડેટ જાહેર: જાણો ક્યારે સ્ટ્રીમ થશે કાર્તિક-અનન્યાની ફિલ્મ
Rashmika Mandanna Marriage Rumors: વિજય દેવરકોંડા સાથે લગ્નની ખબરો પર રશ્મિકા મંદાનાએ મૌન તોડ્યું, જાણો અભિનેત્રીએ શું કર્યો ખુલાસો
Shahrukh and Gauri love story: નીલમ કોઠારીએ શાહરૂખ અને ગૌરીના સંબંધોને લઈને કર્યો મોટો ધડાકો, વર્ષો જૂનું રહસ્ય આવ્યું સામે
Rajeev Khandelwal: ટીવીનો સુપરસ્ટાર રાજીવ ખંડેલવાલ હવે બન્યો વકીલ! શું એક્ટરે ગ્લેમરની દુનિયાને હંમેશા માટે કહી દીધું છે અલવિદા?
Exit mobile version