Aamir Khan Third Wedding Details આમિર ખાન ૧૪ વર્ષ નાની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટે સાથે ૫ જુલાઈએ કરશે ત્રીજા લગ્ન, જાણો કોણ છે દુલ્હન અને ક્યાં યોજાશે વેડિંગ

Aamir Khan Third Wedding Details મુંબઈમાં પોતાના ઘરે જ સાદગીપૂર્વક રજીસ્ટર મેરેજ કરશે સુપરસ્ટાર, કિરણ રાવ સાથે છૂટાછેડા બાદ લિવઈનમાં રહેતું હતું આ કપલ

by kalpana Verat
Aamir Khan Third Wedding Details  આમિર ખાન ૧૪ વર્ષ નાની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટે સાથે ૫ જુલાઈએ કરશે ત્રીજા લગ્ન, જાણો કોણ છે દુલ્હન અને ક્યાં યોજાશે વેડિંગ

News Continuous Bureau | Mumbai

Aamir Khan Third Wedding Details બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન (Aamir Khan) પોતાની ફિલ્મોની સાથે સાથે પર્સનલ લાઈફને લઈને પણ અવારનવાર લાઈમલાઈટમાં રહે છે. રીના દત્તા અને કિરણ રાવ સાથે છૂટાછેડા લીધા બાદ હવે આમિર ખાન પોતાની લોન્ગટાઈમ ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટે (Gauri Spratt) સાથે ત્રીજી વાર લગ્નગ્રંથિથી જોડાવા જઈ રહ્યો છે. અહેવાલો અનુસાર, આ હાઈપ્રોફાઈલ કપલ આગામી ૫ જુલાઈ ૨૦૨૬ના રોજ લગ્ન કરવા જઈ રહ્યું છે, જેને લઈને બોલિવૂડ કોરિડોરમાં ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.

Aamir Khan Third Wedding Details – મુંબઈમાં પોતાના ઘરે જ અત્યંત સામાન્ય રીતે રજીસ્ટર મેરેજ કરશે આમિર

પોતાની અગાઉની શાહી શૈલીના લગ્નોથી વિપરીત આમિર ખાન આ વખતે લગ્નને અત્યંત ખાનગી અને સાદગીપૂર્ણ રાખવા માંગે છે. આમિર ખાને પોતે આ અંગે પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, “આ એક સાદા રજીસ્ટર મેરેજ (Register Marriage) હશે, જે મુંબઈમાં મારા ઘરે જ યોજાશે. અમે આ પ્રસંગને બહુ બેઝિક રાખવા માંગીએ છીએ, જેમાં માત્ર બંને પરિવારના સભ્યો અને કેટલાક અત્યંત નજીકના મિત્રો જ હાજર રહેશે.” આમિર ખાન અને ગૌરી એકબીજાને છેલ્લા બે દાયકાથી ઓળખે છે, પરંતુ કિરણ રાવ સાથે વર્ષ ૨૦૨૧ માં છૂટાછેડા થયા બાદ બંને નજીક આવ્યા હતા. આમિરે પોતાના ૬૦માં જન્મદિવસ પર ગૌરી સાથેના સંબંધોની સત્તાવાર જાહેરાત કરી હતી.

Aamir Khan Third Wedding Details – બેંગલુરુની બિઝનેસવુમન છે ગૌરી સ્પ્રેટે, આમિરના પ્રોડક્શન હાઉસ સાથે પણ કનેક્શન

આમિર ખાનની થનારી ત્રીજી પત્ની ગૌરી સ્પ્રેટે મૂળ કર્ણાટકના બેંગલુરુથી (Bengaluru) બિલોંગ કરે છે. તે બ્યુટી અને વેલનેસ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી છે અને પોતાની માતા દ્વારા શરૂ કરાયેલા સલૂન બિઝનેસને સફળતાપૂર્વક સંભાળી રહી છે. બિઝનેસ સિવાય તે આમિર ખાનની પ્રોડક્શન કંપની (Aamir Khan Productions) સાથે પણ જોડાયેલી છે અને ત્યાં પણ મહત્વનું કામકાજ સંભાળે છે. ગૌરી લાઈમલાઈટ અને મીડિયાની નજરોથી બિલકુલ દૂર રહેવાનું પસંદ કરે છે, જેના કારણે સોશિયલ મીડિયા પર તેની બહુ ઓછી વિગતો ઉપલબ્ધ છે.

Aamir Khan Third Wedding Details – આમિર ખાનના અગાઉના બે લગ્ન અને બાળકોની વિગત

ઉલ્લેખનીય છે કે, આમિર ખાને પોતાના પહેલા લગ્ન વર્ષ ૧૯૮૬ માં રીના દત્તા સાથે કર્યા હતા, જે સંબંધ ૨૦૦૨ માં પૂરો થયો હતો. આ લગ્નથી આમિરને બે બાળકો જુનૈદ ખાન અને આયરા ખાન છે, જે બંને બોલિવૂડમાં સક્રિય થઈ ચૂક્યા છે. ત્યારબાદ આમિરે વર્ષ ૨૦૦૫ માં કિરણ રાવ (Kiran Rao) સાથે બીજી વાર ઘર વસાવ્યું હતું, પરંતુ ૨૦૨૧ માં બંને પરસ્પર સંમતિથી અલગ થઈ ગયા હતા. કિરણ અને આમિરનો એક પુત્ર આઝાદ ખાન છે. છૂટાછેડા છતાં આમિર ખાનના પોતાની બંને પૂર્વ પત્નીઓ સાથે અત્યંત મધુર સંબંધો છે અને તેઓ અવારનવાર ફેમિલી ફંક્શનમાં સાથે જોવા મળે છે.

👉 આ સમાચાર વાચો:
Vikrant Massey Musafir Cafe Teaser સુપરહિટ ’૧૨થ ફેલ’ બાદ વિક્રાંત મેસી લાવ્યો નવી રોમેન્ટિક ફિલ્મ ‘મુસાફિર કેફે’, દમદાર ટીઝર સાથે રિલીઝ ડેટ જાહેર

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More