કૌન બનેગા કરોડપતિ ના પહેલા એપિસોડમાં જોવા મળશે આ સુપરસ્ટાર-કરોડપતિ બનવા માટે હોટ સીટ પર બેસી ને આપશે મુશ્કેલ પ્રશ્નોના જવાબ

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

અમિતાભ બચ્ચનના લોકપ્રિય ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ની 14(KBC 14)મી સીઝન ટૂંક સમયમાં વાપસી કરવા માટે તૈયાર છે. આ સિઝનમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. આ અંગે તાજેતરમાં તેનો પ્રોમો(promo) રિલીઝ કરવામાં આવ્યો હતો. હવે આ શોમાં સામેલ થનારા સ્ટાર્સના નામ પણ સામે આવી રહ્યા છે. લેટેસ્ટ ન્યૂઝ અનુસાર, આમિર ખાન(Aamir Khan) આ સિઝનમાં હોટ સીટ પર બેસશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પોતાની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ના પ્રમોશન(Lal singh chaddha promotion) માટે શોમાં આવવાનો છે.

આ સમાચાર પણ વાંચો : વેબ સિરીઝ આર્યા માટે સુષ્મિતા સેન પહેલા આ અભિનેત્રીનો કરવામાં આવ્યો હતો સંપર્ક-એક્ટ્રેસે શો રિજેક્ટ કરવા અંગે કર્યો ખુલાસો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રથમ એપિસોડમાં સ્પોર્ટ્સ સ્ટાર્સથી લઈને આર્મી ઓફિસર્સ (army officer)અને પોલીસમેન(policeman) સુધીના રિયલ લાઈફ હીરો (real life hero)ભાગ લેશે. આ દરમિયાન આમિર ખાન કેટલાક મહેમાનોનો પરિચય પણ કરાવશે. આ સાથે તે પોતાની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' વિશે પણ વાત કરતો જોવા મળશે. આમિરને સપોર્ટ કરવા માટે કરીના કપૂર(kareena kapoor) પણ આ શોનો ભાગ બનશે.તમને જણાવી દઈએ કે આમિર ખાન ચાર વર્ષ પછી 'લાલ સિંહ ચઢ્ઢા'થી મોટા પડદા પર પાછો ફરીરહ્યો છે. આ ફિલ્મ ઓસ્કાર જીતેલી ‘ફોરેસ્ટ ગમ્પ’(forest grumps) ની સત્તાવાર હિન્દી રિમેક છે. આ ફિલ્મ 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

કેબીસીની નવી સીઝન સોની ટીવી(Sony TV) પર પ્રસારિત થશે. આમાં ₹75 લાખની નવી ઈનામી રકમ ઉમેરવામાં આવી છે. ભારતની આઝાદીના 75માં વર્ષ નિમિત્તે તેને ઉમેરવામાં આવ્યું છે. KBC 14ના પ્રીમિયરની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. અમિતાભ બચ્ચને (Amitabh Bachchan)વર્ષ 2000થી ‘કૌન બનેગા કરોડપતિ’ને હોસ્ટ કરવાનું શરૂ કર્યું હતું. 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More