Site icon News Continuous Bureau | Mumbai

Aamir Khan: અભિનય બાદ હવે આ ક્ષેત્ર માં ઝંપલાવશે આમિર ખાન, કોમેડી ફિલ્મ માટે કરશે આવું કામ

Aamir Khan: આમિર ખાન બોલિવૂડ નો સફળ અભિનેતા છે. હવે આમિર ખાન 27 વર્ષ બાદ ફરીથી માઇક પકડશે.

Aamir Khan to Sing in Upcoming Comedy Film, Trained Under Sucheta Bhattacharjee

Aamir Khan to Sing in Upcoming Comedy Film, Trained Under Sucheta Bhattacharjee

News Continuous Bureau | Mumbai

Aamir Khan: બોલિવૂડના ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’  આમિર ખાન ફરી એકવાર પોતાના ફેન્સને ચોંકાવવા માટે તૈયાર છે. અત્યાર સુધી અભિનયમાં પોતાનો જાદુ ચલાવનાર આમિર હવે ગાયકીમાં પણ હાથ અજમાવશે. તેણે હાલમાં જ જણાવ્યું કે તે એક અનટાઈટલ્ડ કોમેડીફિલ્મમાં બે ગીતોને પોતાનો અવાજ આપશે. આ પહેલા આમિરે વર્ષ  1998માં આવેલી ફિલ્મ ‘ગુલામ’  માં ‘આતી ક્યા ખંડાલા’ ગીત ગાયું હતું. હવે લગભગ 27 વર્ષ પછી તે ફરી એકવાર પ્લેબેક સિંગર તરીકે જોવા મળશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Shilpa Shetty: મરાઠી ભાષા વિવાદ પર શિલ્પા શેટ્ટીનો સંયમિત પ્રતિસાદ: “હું મહારાષ્ટ્રની છોકરી છું”

27 વર્ષ પછી ફરીથી ગાશે આમિર

આમિર છેલ્લે 1998માં ‘ગુલામ’ ફિલ્મમાં ‘આતી ક્યા ખંડાલા’ ગીત ગાયું હતું. હવે 27 વર્ષ પછી તે ફરીથી ગાવા જઈ રહ્યો છે. આમિર કહે છે, “ત્યારે મસ્તી માટે ગાયું હતું, હવે હું પ્રોફેશનલ ટ્રેનિંગ લઈ રહ્યો છું.” તે  છેલ્લા કેટલાક વર્ષોથી લોકગાયિકા સુચેતા ભટ્ટાચાર્ય  પાસે તાલીમ લઈ રહ્યો છે. રિપોર્ટ મુજબ આમિર આ ફિલ્મમાં એક મહત્વપૂર્ણ કેમિયો રોલ ભજવશે અને બે ગીતો ગાશે, જે રામ સંપત દ્વારા સંગીતબદ્ધ છે. આમિર કહે છે કે આ ફિલ્મ “સ્વીટ અને માસૂમ કોમેડી” હશે, જેમાં કોઈ ઊંચા દાવ નથી, માત્ર એક સકારાત્મક અનુભવ મળશે.


આમિરે તેમના પ્રિય ગાયિકા લતા મંગેશકર અને કિશોર કુમાર માટે ભાવનાત્મક શ્રદ્ધાંજલિ આપી. “મારો દિવસ લતા દીદીના ગીતોથી શરૂ થાય છે. હું તેમને ખૂબ યાદ કરું છું,” એમ તેમણે કહ્યું. તેઓ કિશોર દા પર બાયોપિક કરવા માટે પણ ઉત્સુક છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Ravi Dubey Ramayanam Laxman Poster ‘રવિ દુબેને ઓસ્કર મળશે’ ફિલ્મ ‘રામાયણમ્’માંથી લક્ષ્મણનો દમદાર ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ, ફેન્સ થયા ક્રેઝી
Actor Imran Khan Bombay High Court ‘હું નોકરી શોધી રહ્યો છું’ અભિનેતા ઇમરાન ખાનને બોમ્બે હાઈકોર્ટના આકરા વેણ, SIR આંદોલનમાં જોડાવા બદલ માફી માંગવા આદેશ
Nora Fatehi Sukesh Chandrashekhar Case ‘કોર્ટને હળવાશથી ન લો’ સુકેશ ચંદ્રશેખર ₹૨૦૦ કરોડ એક્સટોર્શન કેસમાં હાજર ન થતાં નોરા ફતેહીને અદાલતની કડક ફટકાર
Ramayana Advance Booking રિલીઝ પહેલાં જ ‘રામાયણ’ની બોક્સ ઓફિસ પર સુનામી એડવાન્સ બુકિંગમાં ₹૭૫ કરોડ પાર, ‘એનિમલ’ અને ‘KGF 2’ના રેકોર્ડ તોડ્યા
Exit mobile version