News Continuous Bureau | Mumbai
બોલિવૂડ એક્ટર આમિર ખાન ( aamir khan ) ટૂંક સમયમાં દક્ષિણ ભારતીય ફિલ્મમાં ( film ) વિલનની ( villain ) ભૂમિકામાં જોવા મળી શકે છે. હા, ‘KGF’ ચેપ્ટર 1 અને 2 ના દિગ્દર્શક પ્રશાંત નીલે તેની ફિલ્મ માટે જુનિયર એનટીઆર ( jr ntr ) સાથે બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનને જોડવાની યોજના બનાવી છે, તેની નજીકના સૂત્રોએ માહિતી આપી છે. જો આમ થાય છે તો આમિર ખાનના ચાહકો માટે આનાથી મોટું સરપ્રાઈઝ કંઈ હોઈ શકે નહીં. આમિર હાલમાં જ તેની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળ્યો હતો, આ ફિલ્મથી તેણે લગભગ 4 વર્ષ બાદ મોટા પડદા પર કમબેક કર્યું હતું. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી.
આમિર ખાન વિશે વિચાર કરી રહી છે ટીમ
પાન ઈન્ડિયન ફિલ્મોમાં કામ કરવા અંગે આમિર ખાન તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી, પરંતુ પ્રશાંત નીલ અને જુનિયર એનટીઆર તેમના પ્રોજેક્ટની જાહેરાત કરી ચૂક્યા છે. જુનિયર એનટીઆરની સામેની ભૂમિકા માટે ટીમ આમિર પર વિચાર કરી રહી છે. આ પ્રોજેક્ટ આવતા વર્ષે શરૂ થવાની શક્યતા છે. હાલમાં, પ્રશાંત નીલ બાહુબલી ફેમ પ્રભાસ અભિનીત ફિલ્મ સાલારમાં વ્યસ્ત છે. સૂત્રોનું કહેવું છે કે તે હવે ફિલ્મના પોસ્ટ પ્રોડક્શનના કામમાં વ્યસ્ત છે.
આ સમાચાર પણ વાંચો: યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં જય સોની બાદ હવે આ કલાકાર ની થશે એન્ટ્રી, સિરિયલ માં આવશે લીપ
ફિલ્મ ની થઇ હતી જાહેરાત
પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી, પ્રશાંત નીલ અને જુનિયર NTR તેમના સંયુક્ત સાહસની જાહેરાત કરશે. નીલ ના નજીકના સૂત્રોએ આ સમાચારને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે આ ફિલ્મ સમગ્ર ભારતમાં રિલીઝ થવાની છે. જુનિયર એનટીઆર સાથેની ફિલ્મ અંગે દિગ્દર્શક પ્રશાંત નીલે કહ્યું છે કે આ ફિલ્મનો વિચાર તેમના મગજમાં 20 વર્ષ પહેલા જન્મ્યો હતો, પરંતુ તેના બજેટે તેને રોકી રાખ્યો હતો.