Site icon News Continuous Bureau | Mumbai

NCBની SITનું આર્યન ખાનને તપાસ માટે તેડુઃ આ કારણથી તે હાજર ના રહ્યો; જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 8 નવેમ્બર  2021

Join Our WhatsApp Channel

સોમવાર.

ક્રુઝ ડ્રગ્સ પ્રકરણમાં હાલ જામીન પર બહાર રહેલા આર્યન ખાનને રવિવવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે(SIT) તપાસ માટે બોલાવ્યો હતો. જોકે તાવનું કારણ આગળ કરીને તે રવિવારે તપાસ માટે હાજર રહ્યો નહોતો. આજે કદાચ તે તપાસ માટે હાજર થાય એવી શકયતા છે. આર્યન સિવાય અરબાઝ મર્ચન્ટ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા નવાબ મલિકના જમાઈ સમીર ખાનને NCBની SIT તપાસ માટે બોલાવી શકે છે.

ડ્રગ્સ પ્રકરણમાં SIT આ લોકોને ફરી તપાસ માટે બોલાવી શકે છે. હાલમાં NCBના ઝોનલ ડાયરેકટર સમીર વાનખેડે પાસેથી આ કેસ લઈને દિલ્લીની NCBને તપાસ સોંપવામાં આવી છે.  NCBની SIT સમીર વાનખેડે પાસે રહેલા છ કેસની તપાસ જાતે કરવાની છે.

તાપસી પન્નુએ મોટા અભિનેતા પર સાધ્યું નિશાન, કહી આ વાત; જાણો વિગત

ક્રુઝ ડ્રગ્સ પ્રકરણમાં આર્યન ખાનની સાથે અરબાઝ મર્ચન્ટ આરોપી છે. બંનેને 3 ઓક્ટોબરના ક્રુઝ પર છાપો મારીને પકડવામાં આવ્યા હતા.

The Burning Train Flop ૬ સુપરસ્ટાર અને કરોડોનું બજેટ છતાં ફ્લોપ રહી હતી ‘ધ બર્નિંગ ટ્રેન’; રેલવે સંપત્તિને પણ થયું હતું મોટું નુકસાન
CID Trio Paapanasham Series સીઆઈડીની આઇકોનિક ત્રિપુટીનો મોટો ધમાકો; ‘પાપનાશમ’ ક્રાઈમ સીરિઝ સાથે વાપસી કરશે એસીપી, દયા અને અભિજીત
National Film Awards 2026 કાર્તિક આર્યન અને મમૂટી બન્યા બેસ્ટ એક્ટર; ‘આર્ટિકલ ૩૭૦’ બેસ્ટ ફિલ્મ, અનંત નાગને મળ્યું સ્ટેન્ડિંગ ઓવેશન
Krishna Mukherjee Passes Away બોલિવૂડમાં શોકની લહેર; રાની મુખર્જીની માતા કૃષ્ણા મુખર્જીનું ૭૫ વર્ષની વયે નિધન
Exit mobile version