ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 નવેમ્બર 2021
શુક્રવાર
બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેનની લોકપ્રિય વેબ સિરીઝ 'આર્યા'ને તાજેતરમાં 'ઇન્ટરનેશનલ એમી એવોર્ડ 2021' માટે નોમિનેટ કરવામાં આવી હતી, જો કે આ સિરીઝ એવોર્ડ જીતવામાં નિષ્ફળ રહી હતી પરંતુ તેનું એમી એવોર્ડ માટે નામાંકિત થવું એ એક મોટી જીત હતી. હવે તેની બીજી સીઝન એટલે કે ' આર્યા 2'નું ધમાકેદાર ટ્રેલર બહાર આવ્યું છે. સુષ્મિતા સેને પોતે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 'આર્યા 2'નું ટ્રેલર રિલીઝ કર્યું છે. જેમાં તેની સ્ટાઈલ અને ડેશિંગ અવતાર ચાહકોને ગૂઝબમ્પ કરવા માટે પૂરતો છે. સુષ્મિતા પોતાના પરિવારને બચાવવા માટે કોઈપણ હદ સુધી જતી જોવા મળે છે. તેમજ અભિનેત્રીની લાગણી અને એક્શનનું સંતુલન આ ટ્રેલરને શ્રેષ્ઠ બનાવવામાં સફળ રહ્યું છે.
સારા અલી ખાન, અક્ષય કુમાર અને ધનુષ નું અતરંગી લવ ટ્રાયનગલ; જુઓ ફિલ્મ'અતરંગી રે' નું ટ્રેલર
જ્યારે સુષ્મિતા સેને ' આર્યા' સિરીઝથી ઓટીટી ડેબ્યૂ કર્યું હતું, ત્યારે આ ડિરેક્ટર રામ માધવાણીની ડિજિટલ ડેબ્યૂ પણ છે. આર્યા નો અંત આવતાની સાથે જ ચાહકો તેના બીજા ભાગની રાહ જોવા લાગ્યા. પ્રશંસકોને એક મોટી ભેટ આપતા, અભિનેત્રીએ ' આર્યા 2' નું ટ્રેલર રિલીઝ કરીને દર્શકોનો ઉત્સાહ વધુ વધાર્યો છે. 'આર્યા 2' 10 ડિસેમ્બરથી OTT પ્લેટફોર્મ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે.