News Continuous Bureau | Mumbai
Aarya 3: સુષ્મિતા સેને ડિઝની પ્લસ હોટસ્ટાર ની વેબ સિરીઝ આર્યા થી ઓટિટિ ડેબ્યુ કર્યું હતું. આ સિરીઝ માં સુષ્મિતા સેન ના દમદાર અભિનયે લોકો નું દિલ જીતી લીધું હતું. આ સિરીઝ સુપરહિટ સાબિત થઇ હતી. ત્યારબાદ નિર્માતા તેનો બીજી ભાગ આર્યા 2 લઈને આવ્યા જેને પણ દર્શકો નો ખુબ પ્રેમ મળ્યો. હવે નિર્માતા આર્યા ની ત્રીજી સીઝન આર્યા 3 લઈને આવ્યા છે. ત્રીજી સિઝન ઘણી વિસ્ફોટક બનવાની છે. દર્શકોને આમાં ભરપૂર એક્શન જોવા મળશે. આ સિરીઝ ફેબ્રુઆરી માં રિલીઝ થશે.
આ સમાચાર પણ વાંચો : Akshara singh: ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહ એ લીધા જગતગુરુ રામભદ્રાચાર્યજી ના આશીર્વાદ, સંભળાવ્યું શ્રી રામ નું ભજન, જુઓ વિડીયો
આર્યા 3 નું ટ્રેલર
‘આર્યા 3 ના ટ્રેલરમાં, સુષ્મિતા સેન તેનો ભૂતકાળ યાદ કરી રહી છે. દરમિયાન, તે અસંખ્ય લોકોની હત્યા પણ કરી રહી છે. આર્યા એક પછી એક તેના દુશ્મનોને ખતમ કરી રહી છે. પરંતુ હવે સિંહણ ઘાયલ છે, તેના બાળકોની નફરતથી કંટાળીને પોતાનો જીવ લેવા તૈયાર છે. પરંતુ દૌલત (સિકંદર ખેર) તેને સાચો રસ્તો બતાવે છે. હવે આર્યા દૌલત ની વાત માની ને તેના બાળકોનો પ્રેમ અને વિશ્વાસ પાછો મેળવવાનો પ્રયત્ન કરશે અથવા ચારે બાજુથી ઘેરાઈને પોતાનો જીવ લેશે. આ જોવા માટે આર્યા 3 સિરીઝ જોવી પડશે.
Ek aakhri baar, Sherni karegi ek antim vaar. #HotstarSpecials #Aarya Season 3 – Antim Vaar – streaming from Feb 9th.#AaryaS3OnHotstar pic.twitter.com/aijC0G6sGU
— Disney+ Hotstar (@DisneyPlusHS) January 23, 2024
આ ટ્રેલરને ડિઝની પ્લસ હોટ સ્ટાર એ તેના સોશિયલ મીડિયા પર શેર કર્યું છે.આ સાથે તેને કેપ્શન આપ્યું છે, ‘એક છેલ્લી વાર, સિંહણ એક છેલ્લો ફટકો મારશે.’
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)