ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૮ એપ્રિલ 2021
બુધવાર
રિયાલિટી શો બિગ બોસ સિઝન 6નો ભાગ રહી ચુકેલી અભિનેત્રી આશકા ગોરાડિયા તેની ફિટનેસ અને યોગાના કારણે ખૂબ ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ દરિયા કિનારે યોગા કરતા ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
આ તસવીરોમાં અભિનેત્રી બ્લૂ અને વ્હાઈટ સ્વિમસૂટમાં દરિયા કિનારે યોગા કરતી નજર આવી રહી છે. તસવીરોમાં આશકા ફિટ બોડી પણ ફ્લોન્ટ કરતી નજર આવી રહી છે. આશકાની આ યોગા તસ્વીરોને ફેંસ ખૂબ પસંદ કરી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે, આશકા ગોરાડિયા યોગ લવર છે. તે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પતિ બ્રેંટ અને ફ્રેન્ડ્સ સાથે યોગ કરતાં વિડીયો અને તસવીરો શેર કરતી રહે છે.
એક્ટ્રેસ આશ્કા ગોરાડિયા ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. તેણે ઘણી ટીવી સીરિયલોમાં કામ કર્યું છે. જો કે, તેને ટીવી સીરિયલ ‘નાગિન 2’થી અલગ જ ઓળખ મળી હતી. આ ઉપરાંત કુસુમ, લાગી તુજસે લગન, બાલવીર અને બિગ બોસ 6 જેવા શોમાં આશકા કામ કરી ચૂકી છે.