ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૮ એપ્રિલ 2021
બુધવાર
ટીવી જગતમાં જાણીતો ચહેરો બની ચૂકેલી આશ્કા ગોરાડિયાએ તેની અભિનયથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. અશ્કા હવે બિઝનેસ કરવા માંગે છે, તેથી તેણે અભિનયથી દૂર રહેવાનું નક્કી કર્યું છે. આ સાથે તેણે મુંબઈ છોડવાનું પણ નક્કી કર્યું છે.
એક ઇન્ટરવ્યૂમાં, આશ્કા એ જણાવ્યું હતું કે, બીજી ઈન્ડસ્ટ્રીની જેમ જ ટીવી ઇન્ડસ્ટ્રી પણ ખુબ મોટી છે. પરંતુ ટીવી કન્ટેન્ટ કોઈ અભિનેતાના હાથમાં નથી. અભિનય ઉપરાંત તે ઘણું કરવા માંગે છે. આશકા તેની સફરથી ખૂબ ખુશ છે અને તે કહે છે કે આ ઈન્ડસ્ટ્રીએ તેને તેના જીવનમાં ઘણું આપ્યું છે. હવે તે બિઝનેસ કરી રહી છે. લોકો હવે તેમના કામની પ્રશંસા કરી રહ્યા છે અને તેમને એવોર્ડ પણ મળી રહ્યા છે. તેનું કહેવું છે કે, ‘બિઝનેસ’ હંમેશાં તેના લોહીમાં રહ્યો છે, અને તે અભિનયમાં તો બાય ચાન્સ આવી ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે આશકા તાજેતરના સમયમાં અભિનયમાં બહુ સક્રિય નહોતી. વર્ષ 2018 માં, તેમણે દેશની પ્રથમ 3 ડી સ્ટીચ આઈલેશ બ્રાન્ડ 'રેનાઇ' લોન્ચ કરી. હવે તે આ તરફ વધુ ધ્યાન આપી રહી છે. આ ઉપરાંત તે ફિટનેસ પર પણ વધારે ધ્યાન આપી રહી છે
અભિનેત્રી આશકાએ વર્ષ 2002 માં અભિનયની શરૂઆત કરી હતી. આશ્કા કુસુમ, સાસ ભી કભી બહુ, નાગિન, લાગી તુજસે લગન, બાલવીર માં કામ કરી ચુકી છે. જો કે, તેને ટીવી સીરિયલ ‘નાગિન 2’થી અલગ જ ઓળખ મળી હતી. આ ઉપરાંત તે બિગ બોસ 6 જેવા શોમાં પણ આશકા કામ કરી ચૂકી છે.
આશકા ગોરાડિયાએ શેર કરી બોલ્ડ તસવીરો, સમુદ્ર કિનારે પતિ સાથે યોગ કરતી આવી નજર. જુઓ તસવીરો