News Continuous Bureau | Mumbai
બોલિવૂડ ડિરેક્ટર પ્રકાશ ઝાએ (Prakash Jha)ઘણી હિટ ફિલ્મો આપી છે. તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર બ્લોક બસ્ટર સાબિત થઈ છે. આ દિવસોમાં તે પોતાની વેબ સિરીઝ 'આશ્રમ 3'ને(Aashram-3) લઈને ચર્ચામાં છે. આ સીરિઝનો ફેન્સમાં ઘણો ક્રેઝ છે. તેના તાજેતરમાં રિલીઝ થયેલા ટ્રેલરે ચાહકોનો ઉત્સાહ વધાર્યો છે. હવે પ્રકાશ ઝાએ ખુલાસો કર્યો છે કે તેઓ ટૂંક સમયમાં 'રાજનીતિ 2' (Raajneeti 2) લઈને આવી રહ્યા છે.
પ્રકાશ ઝાની ફિલ્મ 'રાજનીતી'(Raajneeti) બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં રણબીર કપૂર, કેટરીના કૈફ અને અર્જુન રામપાલે શાનદાર અભિનય કર્યો હતો. ત્યારથી જ ચાહકો ફિલ્મની સિક્વલની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આવી સ્થિતિમાં હવે ફિલ્મની રાહ જોઈ રહેલા ફેન્સ માટે સારા સમાચાર છે. હવે પ્રકાશ ઝાએ એક ન્યૂઝ પોર્ટલ સાથે વાત કરતા કહ્યું કે રાજનીતિ 2ની સ્ટોરી (Rajniti 2 story complete) લખાઈ ગઈ છે. હવે તેની સ્ટારકાસ્ટ ફાઈનલ (star cast) થવાની છે.પ્રકાશ ઝાએ કહ્યું, "મને નવા વિષયો શોધવાનું ગમે છે. રાજનીતિ એ એક એવો વિષય છે જેનો બીજો ભાગ લખવામાં આવ્યો છે, પરંતુ, તમે જાણો છો, રાજકારણના ક્ષેત્રમાં, ઘણા બધા ફેરફારો થઈ શકે છે, તેથી મને લાગે છે કે કેટલાક નવા વિષયો છે જેના પર હું કામ કરી રહ્યો છું.." પ્રકાશ ઝાના શબ્દો પરથી લાગે છે કે તેઓ તાજેતરના રાજકારણની વાત કરી રહ્યા છે.કોઈ ચોક્કસ મુદ્દા પર લખી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો: ઋષિ કપૂરના નિધન બાદ નીતુ કપૂરની થઈ હતી આવી હાલત, અભિનેત્રીએ કર્યો આ અંગે ખુલાસો
પ્રકાશ ઝાએ (Prakash Jha)એક કરતાં વધુ મહાન ફિલ્મો બનાવી છે, જે મોટાભાગે આજના મુદ્દા પર જ રહે છે. ઘણી વખત તેમની ફિલ્મોને લઈને વાસ્તવિક જીવનમાં પણ વિવાદો સર્જાય છે. પ્રકાશ જાએ ગંગાજલ, અપહરણ,મૃત્યુદંડ, અનામત, સત્યાગ્રહ, જેવી ઘણી ફિલ્મો બનાવી છે. આ દિવસોમાં પ્રકાશ ઝા 'આશ્રમ 3' ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેની વેબ સિરીઝ 3 જૂને મેક્સ પ્લેયર(MX player) પર રિલીઝ થશે.