Site icon

‘પઠાણ’ ને મળવા મન્નત ગયો ‘છોટે ભાઈજાન’, અબ્દુ રોજિક ની સામે ચાહકો કિંગ ખાન ને ભૂલી ગયા

‘બિગ બોસ 16’ ફેમ અબ્દુ રોજિક પણ શાહરૂખ ખાનના ઘરની બહાર ભીડ માં જોવા મળ્યો હતો અને તેણે પોતાને SRK ફેન ગણાવ્યો હતો.

abdu rozik meet shahrukh khan mannat

'પઠાણ' ને મળવા મન્નત ગયો ‘છોટે ભાઈજાન’, અબ્દુ રોજિક ની સામે ચાહકો કિંગ ખાન ને ભૂલી ગયા

News Continuous Bureau | Mumbai

શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ રિલીઝ થતાની સાથે જ ફેમસ થઈ ગઈ છે. દર વખતની જેમ આ વખતે પણ શાહરુખ ખાન ના ઘર મન્નતની બહાર ચાહકોની ભીડ જામી હતી. ચાહકો શાહરૂખ ખાનને બાલ્કનીમાં આવવાની રાહ જોતા જોવા મળ્યા હતા અને આ ચાહકોમાં ‘બિગ બોસ 16’ ફેમ અબ્દુ રોજિક પણ જોવા મળ્યો હતો. અબ્દુ રોજિક નો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે પોતાની લક્ઝરી કાર માં શાહરૂખ ખાનના ઘરની બહાર રાહ જોતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તે હાથમાં એક ખાસ સંદેશ પણ પકડેલો જોવા મળે છે.

Join Our WhatsApp Community

 

અબ્દુ રોજિક નો વિડીયો થયો વાયરલ 

અબ્દુ રોજિકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે શાહરૂખ ખાનને તેના બંગલા ‘મન્નત’ ની બહાર મળવા આવ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. શાહરૂખના ચાહકોની ભીડ વચ્ચે અબ્દુલ ઊભો જોવા મળે છે તે તેની સન રૂફ લક્ઝરી કાર માં કિંગ ખાનને મળવા આવ્યો છે. તેણે કાળો ટક્સીડો પહેર્યો છે અને હાથમાં શાહરૂખ ખાન માટે ખાસ સંદેશ લઈને કારના સનરુફ ની બહાર ઊભો જોવા મળે છે. 

અબ્દુ એ ગણાવ્યો તેને શાહરુખ ખાનનો ફેન 

આ વીડિયોમાં અબ્દુ કહેતો જોવા મળે છે કે તે શાહરૂખ ખાનનો મોટો ફેન છે અને તેને મળવા માંગે છે. અબ્દુ હાથમાં એક સંદેશ પકડેલો જોવા મળે છે. આ મેસેજમાં તેની બકેટ લિસ્ટ છે. તેણે ચાર ઈચ્છાઓ લખી છે, જેમાંથી માત્ર શાહરૂખ ખાનને મળવાની ઈચ્છા અધૂરી છે, બાકીની બધી જ ઈચ્છાઓ પૂરી થઈ ગઈ છે. અબ્દુની ચાર ઈચ્છાઓ તેના માતા-પિતાને હજ પર લઈ જવા, ભારતમાં પ્રેમ મેળવવા અને સલમાન ખાનને મળવાની હતી.

Anupamaa New Promo: અનુપમા-દિગ્વિજયનો ‘માસ્ટરપ્લાન’! મુશ્કેલ સમયમાં એકબીજાનો સાથ આપી રચશે નવો ઇતિહાસ; ફેન્સમાં ભારે ઉત્સાહ.
Arjun Rampal : ૨૬/૧૧ની એ ખૌફનાક રાત જ્યારે અર્જુન રામપાલની નજર સામે હતું મોત! ‘ધુરંધર’ ના શૂટિંગ દરમિયાન કેમ તાજી થઈ જૂની યાદો? જાણો સત્ય.
Rakesh Bedi : ‘ધુરંધર 2’ ના જમીલ જમાલીનો રેમ્પ પર જલવો: રાકેશ બેદીએ પાઉટ બનાવીને જીત્યા ફેન્સના દિલ, વીડિયો વાયરલ
Saumya Tandon Dhurandhar 2: ‘અક્ષય ખન્નાની યાદમાં સૌમ્યા ટંડન ભાવુક! ‘ધુરંધર 2’ ના સેટ પર જૂની યાદો તાજી થઈ; શૂટિંગમાં અનુભવાઈ દિગ્ગજ કલાકારની કમી
Exit mobile version