News Continuous Bureau | Mumbai
Abhijeet bhattacharya: અભિજીત ભટ્ટાચાર્ય બોલિવૂડ ના લોકપ્રિય ગાયક છે.અભિજીત એ તેમના અવાજ થી લોકો ના દિલ માં એક ખાસ જગ્યા બનાવી છે. પોતાની ગાયિકી ઉપરાંત અભિજીત તેમના નિવેદનો ના કારણે પણ ચર્ચામા રહે છે. હવે અભિજીત ફરી એક વખત તેમના નિવેદન ને કરને ચર્ચામાં આવ્યા છે.અભિજીત ભટ્ટાચાર્યએ તમામ બોલિવૂડ સ્ટાર્સને પેઇડ દેશભક્ત કહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Aryan khan: આ વિદેશી અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે શાહરુખ ખાન નો દીકરો આર્યન ખાન! અક્ષય કુમાર ની ફિલ્મ માં કરી ચુકી છે કામ
અભિજીત ભટ્ટાચાર્ય એ સાધ્યું અમિતાભ બચ્ચન પર નિશાન!
અભિજીત એ કોઈનું પણ નામ લીધા વગર કથિત રીતે અમિતાભ અને જ્યા બચ્ચન પર નિશાન સાધ્યું છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન અભિજિત એ કહ્યું, ‘બોલિવૂડ નો કોઈ માણસ દેશભક્ત નથી.પતિ સોશિયલ મીડિયા પર કોઈ વાતનો પ્રચાર કરે છે જ્યારે તેની પત્ની સરકારમાં હોદ્દો સંભાળીને કંઈક બીજું કહે છે. જ્યારે કોઈ ભગવાન રામના દર્શન કરવા જાય છે ત્યારે પાર્ટીમાં રહેલી પત્ની રામજીને ગાળો આપવા લાગે છે. તેથી પૈસા આપીને કોઈને દેશભક્તિ ન કરાવો. આ મામલે મેં પૈસા અને બીજી ઘણી વસ્તુઓ ગુમાવી છે. હવે હું જે છું તે છું. હું એક ગાયક છું અને ગીતો ગાઉં છું અને બધાનું મનોરંજન કરું છું.’