Site icon

Abhinav Kashyap: ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવો વિવાદ, સલમાન બાદ હવે શાહરુખ ખાન પર અભિનવ કશ્યપ એ સાધ્યું નિશાન

Abhinav Kashyap: શાહરુખ ખાનની નીતિ પર સવાલ ઉઠાવતાં અભિનવ કશ્યપે કહ્યું – “આ કોમ ફક્ત લેવું જાણે છે, આપવું નહીં”, સોશિયલ મીડિયા પર ઉઠ્યો વિવાદ

Abhinav Kashyap Targets Shah Rukh Khan After Salman, Sparks Controversy

Abhinav Kashyap Targets Shah Rukh Khan After Salman, Sparks Controversy

News Continuous Bureau | Mumbai 

Abhinav Kashyap: દબંગ ફિલ્મના ડિરેક્ટર અભિનવ કશ્યપ ફરી એકવાર વિવાદમાં છે. સલમાન ખાન  પર આરોપ લગાવ્યા બાદ હવે તેમણે શાહરુખ ખાન પર નિશાન સાધ્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે શાહરુખને ભારત છોડીને દુબઈ જતા રહેવું જોઈએ, કારણ કે ત્યાં તેમના ઘરની ઓળખ ‘જન્નત’ (Jannat) છે. જ્યારે મુંબઈમાં ‘મન્નત’ (Mannat) છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Dharma Productions New Office: ધર્મા પ્રોડક્શન્સે ભાડે લીધી નવી ઓફિસ, દર મહિને કરણ જોહર ચુકવશે અધધ આટલું ભાડું

“શાહરુખની નીતિ પણ ગડબડ છે” – અભિનવ

અભિનવે શાહરુખની નીતિ  પર સવાલ ઉઠાવતાં કહ્યું કે, “તે વધુ માગતો રહે છે. સાંભળ્યું છે કે તે પોતાના બંગલામાં બે માળ વધુ બનાવે છે. જો તમારી જન્નત ત્યાં છે, તો ત્યાં જ રહો. ભારતમાં શું કરો છો?” તેમણે શાહરુખના ફિલ્મ ‘જવાન’ ના ડાયલોગ ‘બેટે કો હાથ લગાને સે પેહલે બાપ સે બાત કર’ પર પણ ટિપ્પણી કરી.અભિનવે કહ્યું, “આ લોકો વિશે આપણે શું કહી શકીએ? તેમણે એવા મહેલો બનાવ્યા છે જ્યાં સામાન્ય લોકો પહોંચી શકતા નથી. આપણને તેમની નેટવર્થની શું પરવા? શું તેઓ આપણને ખવડાવે છે? શાહરૂખ ખાન ખૂબ જ સારી રીતે વાત કરે છે, પણ તેના ઇરાદા પણ ભ્રષ્ટ છે.”


અભિનવ કશ્યપે કહ્યું, “આ કોમ ફક્ત લેવું જાણે છે, આપવું નહીં. તેઓ ફક્ત લે છે, લે છે અને વધુ લે છે.” આ ટિપ્પણીને લઈને સોશિયલ મીડિયા પર ભારે વિરોધ થયો છે. ઘણા યુઝર્સે તેને “ઇસ્લામોફોબિક” ગણાવીને ટીકા કરી છે. અભિનવ અગાઉ પણ સલમાન ખાન અને તેમના પરિવાર પર ગંભીર આરોપ લગાવી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે સલમાન “અપરાધી” છે અને જામીન પર બહાર છે. હવે શાહરુખ પર નિશાન સાધીને તેમણે બોલીવૂડના ટોચના સ્ટાર્સ સામે મોરચો ખોલ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Nandish Sandhu Engagement: નંદીશ સંધુની લાઇફમાં ફરી થઇ પ્રેમ ની એન્ટ્રી,બીજી ઈનિંગ્સ શરૂ કરતાં જ શેર કરી ખાસ તસવીરો
TRP List: ‘યે રિશ્તા…’ને પાછળ છોડી આ શોએ મારી બાજી, જાણો ‘અનુપમા’ કે ‘તુલસી’ કોણ બન્યું નંબર 1?
Rekha Birthday: 71 વર્ષની ઉંમરે પણ સિંગલ જીવન જીવી રહી છે રેખા, જાણો કોના નામનું સિંદૂર લગાવે છે દિગ્ગ્જ અભિનેત્રી
Anupama: કેમ ‘અનુપમા’ શોએ જીતી લીધા લોકો ના દિલ? પ્રોડ્યુસર રાજન શાહીએ જણાવી તેના દરેક શો ના પડદા પાછળ ની હકીકત
Exit mobile version