News Continuous Bureau | Mumbai
Aaradhya bachchan birthday: બોલિવૂડ નું પરફેક્ટ કપલ ગણાતા અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા ની પુત્રી આરાધ્યા બચ્ચન નો આજે જન્મદિવસ છે. આરાધ્યા આજે 12 વર્ષ ની થઇ ગઈ છે. આ ખાસ અવસર પર આરાધ્યા ની માતા અને પિતા એ તેના પર પ્રેમ વરસાવતા ખાસ અંદાજ માં તેને જન્મદિવસ ની શુભેચ્છા પાઠવી છે. આ સાથે ઐશ્વર્યા અને અભિષેક એ આરાધ્યા ની બાળપણ ની તસવીર પણ શેર કરી છે. જેમાં તે ખુબજ ક્યૂટ લાગી રહી છે.
અભિષેક બચ્ચને શેર કરી પોસ્ટ
અભિષેક બચ્ચને દીકરી આરાધ્યા ને જન્મદિવસ ની શુભેચ્છા પાઠવવા પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો છે જેમાં આરાધ્યા અભિષેક ના ખોળા માં બેઠેલી જોવા મળે છે. ફોટા માં આરાધ્યા પ્રેમ થી પોતાના પિતા તરફ જોઈ રહી છે. આ આરાધ્યા ની બાળપણ ની તસવીર છે. આ ફોટો પોસ્ટ કરતા અભિષેક બચ્ચને કેપ્શન માં લખ્યું છે કે, ‘હેપ્પી બર્થડે મારી નાની રાજકુમારી.’ હું તને સૌથી વધુ પ્રેમ કરું છું.’ અભિષેક ની આ પોસ્ટ વાયરલ થઇ રહી છે.
View this post on Instagram
ઐશ્વર્યા રાય બચ્ચને શેર કરી પોસ્ટ
બીજી તરફ ઐશ્વર્યાએ પણ અભિષેક ની જેમ આરાધ્યા સાથે એક થ્રોબેક તસવીર શેર કરી છે, આ તસવીર માં બંને ખુબ ખુશ જોવા મળી રહ્યા છે. આ તસવીર પર આરાધ્યા ના બાળપણ ની તસવીર છે. આ તસવીર શેર કરતા ઐશ્વર્યા એ લાંબુ કેપ્શન લખ્યું છે. અને ઘણી બધી ઇમોજીસ નો ઉપયોગ કર્યો છે. આ સાથે ઐશ્વર્યા એ આરાધ્યા ને તેના જીવન ની સૈથી મોટી ખુશી ગણાવી છે.
View this post on Instagram
ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન ની આ પોસ્ટ વાયરલ થઇ રહી છે. બંને ની આ પશોટ પર સેલેબ્સ આરાધ્યા ને જન્મદિવસ ની શુભેચ્છા પાઠવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્ન 20 એપ્રિલ, 2007ના રોજ થયા હતા, ત્યારબાદ 2011માં તેમના ઘરે પુત્રી આરાધ્યા નું આગમન થયું હતું.
આ સમાચાર પણ વાંચો : Amitabh bachchan cryptic post: ઐશ્વર્યા રાય બચ્ચન પર ટિપ્પણી કરવા બદલ અબ્દુલ રઝાકે માંગી માફી, ત્યારબાદ અમિતાભ બચ્ચન ની ક્રિપ્ટીક પોસ્ટ થઇ વાયરલ