News Continuous Bureau | Mumbai
બોલિવૂડની દિગ્ગ્જ અભિનેત્રી જયા બચ્ચન(Jaya Bachchan) તેના ગુસ્સા ને લઇ ને ઘણી વખત ટ્રોલ થતી રહે છે. હાલ માં જ અભિનેત્રી તેના એક વીડિયોને લઈને ખૂબ જ વિવાદમાં આવી હતી, જ્યારે તે પાપારાઝી(Paparazzi) એટલે કે ફોટોગ્રાફર્સ સાથે ઝઘડો કરતી જોવા મળી હતી. એરપોર્ટ (airport)પર અભિષેક બચ્ચન સાથે સેલ્ફી લેતી વખતે પણ જયા બચ્ચન ચાહકો પર ગુસ્સે થઈ હતી. અન્ય એક વીડિયોમાં અભિનેત્રી કેમેરામેનને ટોણો મારતી જોવા મળી હતી. તે તેના બંગલા પ્રતિક્ષાની(Pratiksha) બહાર પાપારાઝીનો પીછો કરતી જોવામાં આવી હતી, પાપારાઝી ને "ઘુસણખોરો" પણ કહ્યા હતા. જયા બચ્ચનના આ વર્તનથી દર્શકોને પણ તેના પર ગુસ્સો આવે છે. બીજી તરફ લોકોને આશ્ચર્ય થાય છે કે જયા બચ્ચન પોતે સેલિબ્રિટી (celebrity)હોવા છતાં કેમ કેમેરામેનથી નારાજ છે. એકવાર અભિષેક બચ્ચન અને શ્વેતા બચ્ચને કોફી વિથ કરણ સીઝન(koffee with karan) 6 માં માતા જયા બચ્ચનના પાપારાઝી સાથે સંબંધિત આ ગુસ્સા પાછળનું કારણ જાહેર કર્યું હતું.
કોફી વિથ કરણ સીઝન 6 ના એક એપિસોડમાં, અભિષેક અને શ્વેતા (Abhishek and Shweta)બંનેએ ખુલાસો કર્યો કે તેમની માતાને ફોટોગ્રાફરો સાથે શું તકલીફ છે. તેમણે કહ્યું કે, જયા ક્લોસ્ટ્રોફોબિક છે (એક વ્યક્તિ જે એકાંત પસંદ કરે છે) અને તેથી તેને તેની આસપાસ ફોટોગ્રાફરોની ભીડ પસંદ (don't like)નથી. શ્વેતાએ ખુલાસો કર્યો હતો, “જ્યારે તેની આસપાસ ઘણા બધા લોકો હોય છે ત્યારે તે ખૂબ જ ક્લોસ્ટ્રોફોબિક(claustrophobic) બની જાય છે. જ્યારે લોકો તેમને પૂછ્યા વગર તેમની તસવીરો લે છે ત્યારે તેમને તે પણ પસંદ નથી. તેઓ એવા જ છે."અભિષેકે કહ્યું કે તેને પણ રેડ કાર્પેટ(red carpet) પર તેની માતાના આ વર્તનથી સહન કરવું પડે છે. તેણે કહ્યું હતું કે, "જો અમે ચારેય પપ્પા (અમિતાભ બચ્ચન), ઐશ્વર્યા અને હું રેડ કાર્પેટ પર જતા પહેલાં મૌન પ્રાર્થના કરીએ અને પછી અમે જઈએ છે, પરંતુ જો અમારી સાથે શ્વેતા દી હોય, તો અમે માં ને તેની સાથે મોકલી દઈએ છે.”
આ સમાચાર પણ વાંચો: શું સાઉથ ની જેમ બોલિવૂડમાં પણ પોતાનો સિક્કો ચલાવશે રોકિંગ સ્ટાર યશ-અભિનેતા ને થઇ બોલિવૂડ ની આ બે મોટી ફિલ્મ ની ઓફર
નવ્યાના નવા પોડકાસ્ટ 'વોટ ધ હેલ નવ્યા'માં(what the hell Navya) શ્વેતા બચ્ચને પણ ખુલાસો કર્યો કે જયા બચ્ચન પરિવારમાં સૌથી વધુ અનફિલ્ટર(unfiltered) વ્યક્તિ છે. જયાએ એ પણ કબૂલ્યું હતું કે, "તે એવા લોકોને નફરત કરે છે જેઓ તેના અંગત જીવનમાં દખલ કરે છે. પોતાનું પેટ ભરવા માટે તેઓ તેના ચિત્રો પણ વેચે છે. તેથી જ તે પાપારાઝી ને જોઈને ચિડાઈ જાય છે."