News Continuous Bureau | Mumbai
Abhishek Bachchan Siddharth Anand Film: અભિષેક બચ્ચનઅત્યારે શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘કિંગ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે ‘કિંગ’ ના દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ ના આગામી પ્રોજેક્ટમાં પણ અભિષેક મુખ્ય ભૂમિકા ભજવશે. અભિષેકે તેના લાંબા કરિયરમાં અનેક પ્રકારના પાત્રો ભજવ્યા છે, પરંતુ આ વખતે તે એવા જોનરમાં કામ કરવા જઈ રહ્યો છે જેનો તેને અત્યાર સુધી અનુભવ નથી.મીડિયા રિપોર્ટ મુજબ, સિદ્ધાર્થ આનંદ તેમના ‘માર્ફિક્સ’ (Marflix) બેનર હેઠળ એક ભવ્ય હોરર ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મની વાર્તા એક પિતા અને પુત્રીના ભાવનાત્મક સંબંધો પર આધારિત હશે, જેમાં હોરર તત્વોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Bhooth Bangla Teaser: ‘ભૂત બંગલા’ ટીઝર આઉટ: લગ્નમંડપમાંથી દુલ્હન ઉપાડી જનારા ભૂતની એન્ટ્રી! અક્ષય કુમારના નવા અવતારે સોશિયલ મીડિયા પર મચાવ્યો ખળભળાટ
હોરર જોનર અને હાઈ-લેવલ VFX નો ઉપયોગ
સિદ્ધાર્થ આનંદની આ ફિલ્મ મોટા બજેટની હોવાનું મનાય છે, જેમાં વિઝ્યુઅલ ઇફેક્ટ્સ (VFX) નો મોટા પાયે ઉપયોગ કરવામાં આવશે. જોકે, મેકર્સ દ્વારા હજુ સુધી આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રી-પ્રોડક્શનનું કામ શરૂ થઈ ગયું છે. અભિષેક માટે આ એક મોટો પ્રયોગ સાબિત થઈ શકે છે, કારણ કે અત્યાર સુધી તેણે ડ્રામા, કોમેડી અને એક્શન ફિલ્મોમાં જ પોતાની ઓળખ બનાવી છે.
નોંધનીય છે કે ફિલ્મ ‘કિંગ’ માં અભિષેક બચ્ચન નેગેટિવ ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે તેની પુત્રી સુહાના ખાન પણ છે. તાજેતરમાં રિલીઝ થયેલા ટીઝરમાં શાહરૂખ ખાન જબરદસ્ત એક્શન અંદાજમાં જોવા મળ્યો હતો. ‘કિંગ’ જેવી મોટી ફિલ્મમાં નેગેટિવ રોલ મળ્યા બાદ અભિષેકના કરિયરને નવી ગતિ મળી છે અને તેનાથી પ્રભાવિત થઈને સિદ્ધાર્થ આનંદે તેને પોતાની બીજી ફિલ્મ માટે સાઈન કર્યો હોવાનું મનાય છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
