News Continuous Bureau | Mumbai
Abhishek bachchan: અભિષેક બચ્ચન હાલ ફિલ્મોથી દૂર છે પરંતુ તે કોઈ ના કોઈ કારણોસર ચર્ચામાં રહેતો હોય છે. હવે અભિષેક બચ્ચન ને લઈને સમાચાર કે તેને મુંબઈની બોરીવલી વિસ્તારમાં 6 ફ્લેટ ખરીદ્યા છે. આ ફ્લેટ માટે અભિષેક બચ્ચને 15.42 કરોડ રૂપિયા ચૂકવ્યા છે.મીડિયા રિપોર્ટ મુજબ અભિષેક એ ઓબેરોય રિયલ્ટી દ્વારા ઓબેરોય સ્કાય સિટી પ્રોજેક્ટમાં એપાર્ટમેન્ટ ખરીદ્યા છે.
આ સમાચાર પણ વાંચો: Bigg boss OTT 3: બિગ બોસ ઓટીટી 3 દ્વારા વર્ષો પછી ઇન્ડસ્ટ્રી માં કમબેક કરી રહી છે ત્રિદેવ ની આ અભિનેત્રી, શો ના હોસ્ટ અનિલ કપૂર સાથે કરી ચુકી છે કામ
અભિષેક બચ્ચને ખરીદ્યા 6 એપાર્ટમેન્ટ
એક વેબ પોર્ટલ ના અહેવાલ મુજબ અભિષેક બચ્ચને ખરીદેલા આ 6 એપાર્ટમેન્ટ 4,894 ચોરસ ફૂટમાં ફેલાયેલા છે. અભિષેક બચ્ચને 31,498 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ આ એપાર્ટમેન્ટ્સ માટે ચૂકવ્યા છે. દસ્તાવેજ અનુસાર, વેચાણ કરાર 5 મે, 2024 ના રોજ થયો હતો. પહેલું એપાર્ટમેન્ટ 1,101 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે. તેની કિંમત 3.42 કરોડ રૂપિયા છે. બીજા અને ત્રીજા એપાર્ટમેન્ટ 252 ચોરસ ફૂટના છે. આ બંને માટે અભિષેક બચ્ચને 79-79 લાખ રૂપિયા ચૂકવ્યા છે. ચોથો એપાર્ટમેન્ટ 1,101 ચોરસ ફૂટનો છે. તેની કિંમત 3.52 કરોડ રૂપિયા છે. પાંચમો એપાર્ટમેન્ટ 1,094 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે અને તેની કિંમત 3.39 કરોડ રૂપિયા છે. 6ઠ્ઠા એપાર્ટમેન્ટની કિંમત 3.39 કરોડ રૂપિયા છે. આ છ એપાર્ટમેન્ટ બોરીવલી ઈસ્ટમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર સ્થિત ઓબેરોય સ્કાય સીટી ઈમારત ના 57મા માળે છે, જેમાં 10 કાર પાર્કિંગની સુવિધા છે.
#Abhishek #Bachchan has acquired #six #apartments in the #Oberoi Sky City development by Oberoi Realty for Rs 15.42 crore in the #Borivali area of Mumbai, based on the property registration records that https://t.co/N1omaoMFv4 was able to access. pic.twitter.com/JronogbpLL
— Mumbai Fights Back (@ferozshaikhmfb) June 19, 2024
તમને જણાવી દઈએ કે, ઓબેરોય સ્કાય સિટી બોરીવલી પૂર્વમાં છે અને તે લગભગ 25 એકરમાં ફેલાયેલું છે. તેમાં કુલ 8 લક્ઝરી રેસિડેન્શિયલ ટાવર છે. આ ઉપરાંત 15 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલ પ્રીમિયમ સ્કાય સિટી મોલ પણ સામેલ છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)