Site icon News Continuous Bureau | Mumbai

Abhishek Bachchan: શું લાઈમલાઈટથી દૂર જિંદગી વિતાવવા માંગે છે અભિષેક બચ્ચન? જુનિયર બી ની ક્રિપ્ટીક પોસ્ટ થી ચિંતા માં આવ્યા ચાહકો

Abhishek Bachchan: અભિષેક બચ્ચને તેના સોશિયલ મીડિયા પર એક ક્રિપ્ટીક પોસ્ટ શેર કરી છે જેને લઈને ચાહકો ને ચિંતા થઇ છે.

Abhishek Bachchan Cryptic Post Sparks Concern Among Fans

Abhishek Bachchan Cryptic Post Sparks Concern Among Fans

News Continuous Bureau | Mumbai 

Abhishek Bachchan: અભિષેક બચ્ચન હાલ માં હાઉસફુલ 5 માં જોવા મળી રહ્યો છે. અભિષેક તેના પિતા અમિતાભ બચ્ચન ની જેમ સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી.  પરંતુ તે ઘણીવાર પોતાની પોસ્ટ થી ટ્રોલર્સને આશ્ચર્યચકિત કરી દે છે. હવે અભિષેક બચ્ચને ઇન્સ્ટાગ્રામ પર એક રહસ્યમય પોસ્ટ પોસ્ટ કરી છે, જે બધાનું ધ્યાન ખેંચી રહી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : YRKKH Twist: ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં આવશે મોટો ટ્વિસ્ટ, આ પાત્રો કરશે શો માં કમબેક

અભિષેક બચ્ચન ની પોસ્ટ 

અભિષેક બચ્ચને તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે જેમાં લખ્યું છે કે, ‘હું એક વાર માટે ગાયબ થઈ જવા માંગુ છું, હું ફરીથી ભીડમાં મારી જાતને શોધવા માંગુ છું. મારી પાસે જે કંઈ હતું, મેં તે બધું મારા પ્રિયજનોને આપી દીધું. હવે હું ફક્ત મારા માટે થોડો સમય માંગુ છું.’ આ શેર કરતા અભિષેકે તેના કેપ્શનમાં લખ્યું, ‘ક્યારેક પોતાને મળવા માટે, તમારે બધાથી ‘ખોવાઈ જવું’ પડે છે.’ 


અભિષેકની આ પોસ્ટને લઈને સોશિયલ મીડિયા પર અનેક પ્રશ્નો ઊભા થયા છે. કેટલાક ફેન્સે આને ભાવનાત્મક અને આત્મ-વિચાર તરીકે લીધું છે, જ્યારે કેટલાકે આને તેમના અંગત જીવન સાથે જોડીને જુદી જુદી અટકળો લગાવી છે. કેટલાક યુઝર્સે તો આને તેમના અને ઐશ્વર્યા રાય વચ્ચેના સંબંધોની ચર્ચા સાથે પણ જોડ્યું છે. અભિષેક સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર પોતાના પ્રોજેક્ટ્સને લઈને જ પોસ્ટ કરે છે. તેથી કેટલાક ફેન્સે આ પોસ્ટને તેની આગામી ફિલ્મ ‘કાલીધર લાપતા’ માટેની પ્રમોશનલ હિંટ તરીકે પણ જોવાની શરૂ કરી છે. જોકે, હજુ સુધી કોઈ અધિકૃત પુષ્ટિ થઈ નથી કે આ પોસ્ટ ફિલ્મ માટે છે કે વ્યક્તિગત ભાવનાઓ માટે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

The Burning Train Flop ૬ સુપરસ્ટાર અને કરોડોનું બજેટ છતાં ફ્લોપ રહી હતી ‘ધ બર્નિંગ ટ્રેન’; રેલવે સંપત્તિને પણ થયું હતું મોટું નુકસાન
CID Trio Paapanasham Series સીઆઈડીની આઇકોનિક ત્રિપુટીનો મોટો ધમાકો; ‘પાપનાશમ’ ક્રાઈમ સીરિઝ સાથે વાપસી કરશે એસીપી, દયા અને અભિજીત
National Film Awards 2026 કાર્તિક આર્યન અને મમૂટી બન્યા બેસ્ટ એક્ટર; ‘આર્ટિકલ ૩૭૦’ બેસ્ટ ફિલ્મ, અનંત નાગને મળ્યું સ્ટેન્ડિંગ ઓવેશન
Krishna Mukherjee Passes Away બોલિવૂડમાં શોકની લહેર; રાની મુખર્જીની માતા કૃષ્ણા મુખર્જીનું ૭૫ વર્ષની વયે નિધન
Exit mobile version