News Continuous Bureau | Mumbai
Abhishek bachchan: અભિષેક બચ્ચન તેની પ્રોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં રહે છે. હાલ અભિષેક તેની પ્રોફેશનલ લાઈફ ને લઈને ચર્ચામાં આવ્યો છે. અભિષેક બચ્ચન છેલ્લે ફિલ્મ ઘુમર માં જોવા મળ્યો હતો. હવે અભિષેક બચ્ચન તેની આગામી ફિલ્મ ની તૈયારી કરી રહ્યો છે અભિષેક બચ્ચને તેની આગામી ફિલ્મ માટે શૂજીત સરકાર સાથે હાથ મિલાવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Anant, Radhika Pre-Wedding: અંબાણી પરિવારનો જૂનાગઢના ચોરવાડમાં ભવ્ય ભોજન સમારોહ, કોકિલાબેન અંબાણીએ ધીરુભાઈ સાથેના તેમના સંબંધો વાગોળ્યા
અભિષેક બચ્ચન ની આગામી ફિલ્મ
શુજીત સરકાર એ અભિષેક ના પિતા એટલેકે અમિતાભ બચ્ચન સાથે ઘણી ફિલ્મો કરી છે હવે તેઓ અભિષેક બચ્ચન સાથે ફિલ્મ કરવા જઈ રહ્યા છે. જો કે, શૂજિત સરકારે હજુ સુધી આ ફિલ્મનું નામ જાહેર કર્યું નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ આવતા વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થશે. હાલમાં જ એક વેબ પોર્ટલ સાથે વાત કરતા શૂજીત સરકાર એ કહ્યું હતું કે ‘આ એક ઈમોશનલ ફિલ્મ છે. મારી વાર્તાઓ હંમેશા જીવન પર આધારિત હોય છે અને તેમાં રમૂજ હોય છે. મેં હંમેશા જીવનની સફરને મુખ્ય થીમ રાખીને વિવિધ શૈલીઓ સાથે પ્રયોગ કરવાનો પ્રયાસ કર્યો છે.’ તમને જાણવી દઈએ કે શુજીત સરકાર એ ‘વિકી ડોનર’, ‘પીકુ’ અને ‘સરદાર ઉધમ’ જેવી શાનદાર ફિલ્મો બનાવી છે.