News Continuous Bureau | Mumbai
Abhishek bachchan: ગઈકાલે ગઈકાલે સફળ નિર્માતા આણદંડ પંડિતે તેમના જન્મદિવસ ની ઉજવણી કરી હતી જેમાં બોલિવૂડ થી માંડી ને ટેલિવિઝન ની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી. આ પાર્ટી ના ઘણા ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે પરંતુ તેમાંના એક વિડીયો એ સૌનું ધ્યાન ખેંચ્યું છે જેમાં સલમાન ખાન અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન ને ગળે લગાવતો જોવા મળે છે આ વિડીયો સામે આવ્યા બાદ લોકો ઐશ્વર્યા રાય સાથે આને જોડી રહ્યા છે.
સલમાન ખાન નો અભિષેક અને અમિતાભ બચ્ચન ને ગળે લગાવતો વિડીયો થયો વાયરલ
આનંદ પંડિતની બર્થડે પાર્ટી નો અંદર નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં સલમાન ખાન સ્ટેજ પર આવે છે અને ત્યાં હાજર સેલેબ્સ ને ગળે લગાવે છે ત્યારબાદ સલમાન ખાન પહેલા અમિતાભ બચ્ચન અને પછી અભિષેક બચ્ચનને ગળે લગાવે છે.આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
તમને જણાવી દઈએ કે સલમાન અને ઐશ્વર્યા એક સમયે રિલેશનશિપમાં હતા સલમાનના બ્રેકઅપ બાદ ઐશ્વર્યાનું નામ વિવેક ઓબેરોય સાથે જોડાયું હતું. વિવેક સાથેના બ્રેકઅપ બાદ ઐશ્વર્યા એ અભિષેક બચ્ચન સાથે લગ્ન કરી લીધા. ત્યરબાદ અભિષેક અને સલમાન જાહેર માં એકબીજા ને ટાળવાની કોશિશ કરતા હતા. અભિષેકના લગ્ન પછી આ પહેલીવાર હશે જ્યારે સલમાને અભિષેકને ગળે લગાવ્યો હોય.
આ સમાચાર પણ વાંચો : Animal OTT release: ફિલ્મ એનિમલ ના મેકર્સ ને લાગ્યો ઝટકો, ફિલ્મ ની ઓટીટી રિલીઝ ને લઈને આવી આ સમસ્યા, જાણો સમગ્ર મામલો
