Abhishek bachchan: આને કહેવાય સંસ્કાર, અભિષેક બચ્ચને સ્ટેજ પર કર્યું એવું કામ કે લોકો કરી રહ્યા છે અભિનેતા ના વખાણ, જુઓ વિડીયો

Abhishek bachchan: ગઈકાલે અમિતાભ બચ્ચનને લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ શોમાં અમિતાભ બચ્ચન તેમના પુત્ર અભિષેક બચ્ચન સાથે આવ્યા હતા. આ દરમિયાન અભિષેક બચ્ચને સ્ટેજ પર એવું કામ કર્યું કે લોકો જુનિયર બી ના વખાણ કરી રહ્યા છે.

by Zalak Parikh
Abhishek bachchan in the presence of amitabh bachchan did something that fans praised a actor

News Continuous Bureau | Mumbai

Abhishek bachchan: અમિતાભ બચ્ચન ને ગઈકાલે લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ શો માં અમિતાભ બચ્ચન તેમના પુત્ર અભિષેક બચ્ચન સાથે આવ્યા હતા. આ દરમિયાન અભિષેક તેના પિતા અમિતાભ બચ્ચન નું ધ્યાન રાખતો પણ જોવા મળ્યો હતો. આ એવોર્ડ શોમાં અમિતાભ બચ્ચન ઉપરાંત મ્યુઝિક ડિરેક્ટર એ આર રહેમાન, રણદીપ હુડ્ડા પણ જોવા મળ્યા હતા. હવે આ શો માંથી અભિષેક બચ્ચન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકો જુનિયર બી ના વખાણ કરી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : Sagar parekh: શું સાચે અનુપમા ની ડિમ્પી ને પ્રેમ કરે છે સમર? નિશી સક્સેના સાથે ડેટિંગ ના સમાચાર પર સાગર પારેખે તોડ્યું મૌન

અભિષેક બચ્ચન નો વાયરલ વિડીયો 

અભિષેક બચ્ચન નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ શોનો છે. જ્યાં અમિતાભ બચ્ચન, રણદીપ હુડ્ડા અને એ આર રહેમાન ને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વિડીયો માં જોવા મળી રહ્યું છે કે, અમિતાભ બચ્ચનની હાજરીમાં અભિષેક બચ્ચનને સ્ટેજ પર બોલાવવામાં આવે છે સ્ટેજ પર આવતા અભિષેક બચ્ચન ત્યાં હાજર દિગ્ગ્જ્જો ને પ્રણામ કરી રહ્યો છે. ત્યારબાદ  જ્યારે અભિષેક બચ્ચનને સ્ટેજ પર તમામ દિગ્ગજ કલાકારોની વચ્ચે બેસવાનું કહેવામાં આવ્યું ત્યારે તેણે ખૂબ જ પ્રેમથી તેમની વાત ને માન આપતા કહ્યું કે તે માત્ર દર્શકોની વચ્ચે જ બેસવા માંગે છે. 

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


અભિષેક બચ્ચન ના આ વર્તન એ લોકો નું દિલ જીતી લીધું છે ઘણા લોકો આ વિડીયો પર કમેન્ટ કરી ને અભિષેક બચ્ચન ના વખાણ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આને કહેવાય સંસ્કાર.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More