News Continuous Bureau | Mumbai
Abhishek bachchan affair: અભિષેક અને ઐશ્વર્યા ના સંબંધ માં ખટાશ આવી છે. બંને ના છુટા થવાના સમાચાર ઘણા સમય થી ચાલી રહ્યા છે તેવામાં મીડિયા રિપોર્ટ માં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અભિષેક બચ્ચન તેની દસવી ની કો સ્ટાર નિમ્રત કૌર ને ડેટ કરી રહ્યો છે જેના કારણે અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે દુરી આવી છે. હવે આ બધાની વચ્ચે અભિષેક નો એક જૂનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે નિમ્રત કૌર ની સામે ઐશ્વર્યા વિશે વાત કરતો જોવા મળી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : India richest actress: ઐશ્વર્યા અને પ્રિયંકા ને પાછળ છોડી આ એક્ટ્રેસ બની બોલિવૂડ ની સૌથી વધુ અમીર અભિનેત્રી, જાણો કોણ છે તે
અભિષેક બચ્ચને કર્યા ઐશ્વર્યા ના વખાણ
અભિષેક બચ્ચન નો એક જૂનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે નિમ્રત કૌર સાથે બેઠેલો છે આ વિડીયો દસવી ના પ્રમોશન નો છે વિડીયો માં અભિષેક ઐશ્વર્યા વિશે વાત કરતા કહે છે કે ‘મારી પત્ની આ બાબતમાં અસાધારણ છે. તેણી હંમેશા મારા માટે અદ્ભુત ભાવનાત્મક ટેકો છે. હું ખૂબ નસીબદાર રહ્યો છું, મારો આખો પરિવાર નસીબદાર રહ્યો છે. ઐશ્વર્યા જેવી પાર્ટનર હોવાની સૌથી સારી વાત એ છે કે તે બિઝનેસમાં છે. તેણી તેને સમજે છે. તે આ કામ મારા કરતા થોડા લાંબા સમય સુધી કરી રહી છે. તેથી તે વિશ્વને જાણે છે. તેણી આ બધામાંથી પસાર થઈ છે. તેથી જ્યારે તમે ઘરે આવો છો અને જો તમારી પાસે પડકારજનક દિવસ હોય તો તે સારું છે, તમે જાણો છો કે કોઈ વ્યક્તિ તમને સમજે છે.’
True but where is the disrespect by Aishwarya???? Even Jaya Bachchan has praised Aishwarya for forgetting her star image and stand behind. Don’t talk about your mom here who disrespect your nalla fatherpic.twitter.com/D37QuBTzBz https://t.co/SlcU2zgqKJ
— Empress Aishwarya Fan (@badass_aishfan) October 19, 2024
ઐશ્વર્યા ના વખાણ માં અભિષેક આગળ કહે છે કે, ‘મેં તેણીને હંમેશા એવી વ્યક્તિ તરીકે જોઈ છે જેણે તેના જીવનના સૌથી મુશ્કેલ સમયને પણ ખૂબ જ ગૌરવ અને શાલીનતા થી પાર કર્યો છે. હું ખરેખર તેની આ ગુણવત્તાની પ્રશંસા કરું છું. અભિનેતાઓ લાગણીશીલ લોકો છે, અમે ખૂબ જ સંવેદનશીલ છીએ. અને એવા સમયે હોય છે જ્યારે અમે ફક્ત ભડકવા માંગીએ છીએ અને અમે ભડકી પણ જઈએ છીએ. તમે ફક્ત એટલું જ સહન કરી શકો છો. મેં તેને ક્યારેય આવું કરતા જોઈ નથી.’
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)