Site icon

જયા બચ્ચને કર્યો તેના લાડલા દીકરા અભિષેક ની વેબ સિરીઝ બ્રીધ ઇન ટુ ધ શેડો જોવાનો ઇન્કાર-અભિનેતા એ જણાવ્યું આના પાછળ નું કારણ

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન(Abhishek Bachchan) તેની દમદાર એક્ટિંગ માટે જાણીતો છે. અભિનેતા ટૂંક સમયમાં વેબ સિરીઝ બ્રેથ ઇનટુ ધ શેડોઝ(Breath into the shadow)માં જોવા મળશે. અભિષેક આ સિરીઝને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. જોકે, હવે તેણે ખુલાસો કર્યો છે કે તેની માતા જયા બચ્ચને વેબ સિરીઝ જોવાની(refuce) ના પાડી દીધી છે. કારણ કે તેને હિંસાવાળી ફિલ્મો પસંદ નથી. જણાવી દઈએ કે બ્રેથ ઈનટુ ધ શેડોમાં અમિત સાધ, સૈયામી ખેર અને ઈવાના કૌર પણ મહત્વની ભૂમિકામાં છે અને તેનું નિર્દેશન મયંક શર્મા દ્વારા કરવામાં આવ્યું છે. એસ્પિરન્ટ્સ સ્ટાર નવીન કસ્તુરિયા પણ બીજી સીઝનનો એક ભાગ છે, જે એમેઝોન પ્રાઇમ વિડિયો(Amazon prime video) પર 9 નવેમ્બરે પ્રસારિત થશે.

Join Our WhatsApp Community

હવે સિરીઝ વિશે વાત કરતાં અભિષેકે એક મીડિયા હાઉસ(media house) ના કાર્યક્રમમાં કહ્યું, 'અમારો શો રોમાંચથી ભરેલો છે અને તે એટલો શાનદાર છે કે મારી માતાએ તેને જોવાની ના પાડી. તેણે કહ્યું ના, હું આ બધું જોવા નથી માંગતી. તે ડરી(scare)જાય છે. મા વગર મારો આખો પરિવાર આ શો 8 નવેમ્બર ની મધરાત્રી એ જોશે. મારી માતા આના સિવાય બીજું કંઈક જોશે. તે એટલી હિંસા કે આક્રમકતા જોઈ શકતી નથી. એટલા માટે તે સંસદમાં(sansad) જાય છે જ્યાં આવું કંઈ થતું નથી.’વધુમાં, અભિષેકે કહ્યું કે તેના પિતા એ જ્યારે તેણે છેલ્લી સિઝન જોઈ ત્યારે તેને તે ગમી. અભિષેકે એ પણ ખુલાસો કર્યો કે જ્યારે તે પોતાના શોના પ્રમોશનમાં(promotion) વ્યસ્ત હોય છે ત્યારે બિગ બી(Amitabh bachchan) નવી સીઝન જોવા માટે ઉત્સાહિત થાય છે. તે આ નવી સિઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો: પૂર્વ ગર્લફ્રેન્ડ સાથે અનુપમા ના પુત્ર એ લગાવ્યા ઠુમકા-બન્ને વચ્ચે નો પ્રેમ જોઈ લોકોએ પૂછ્યું પેચઅપ થઇ ગયું કે શું

તમને જણાવી દઈએ કે અભિષેક બચ્ચન છેલ્લે ફિલ્મ ‘દસવી’(Dasvi) માં જોવા મળ્યો હતો.આ ફિલ્મમાં અભિષેકની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. હવે તે આર બાલ્કીની ફિલ્મ ‘ઘૂમર’(Ghumar)માં જોવા મળશે અને આમાં તેની સાથે સૈયામી ખેર મુખ્ય ભૂમિકામાં છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ સાથે આર બાલ્કી (R Balki)સાથે અભિષેકની આ બીજી ફિલ્મ છે. આ પહેલા બંને પા ફિલ્મમાં સાથે કામ કરી ચુક્યા છે.બીજી બાજુ જયા બચ્ચન કરણ જોહર ની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ ફિલ્મ માં જોવા મળશે.

The Family Man 3: ‘ધ ફેમિલી મેન 3’માં શ્રીકાંત તિવારી બનશે ‘મોસ્ટ વૉન્ટેડ’! સમય રૈના અને અપૂર્વા મુખર્જીની મજેદાર સલાહ વાયરલ
Dharmendra: ધર્મેન્દ્રને મળવા શાહરુખ-સલમાન હોસ્પિટલ પહોંચ્યા, છતાં કેમ ન થઈ મુલાકાત? જાણો મોટું કારણ
Sunny Deol Hema Malini Relation: સંબંધોનું રહસ્ય,સની અને બોબી દેઓલ હેમા માલિનીને ‘મમ્મી’ કેમ નથી બોલાવતા? જાણો કયા નામથી સંબોધે છે!
Anupama: ‘અનુપમા’માં રાહી અને પ્રેમ નો શરૂ થશે રોમેન્ટિક ટ્રેક તો બીજી તરફ રાજા અને પરી વચ્ચે વધશે તણાવ
Exit mobile version