આમિર ખાન પહેલા અભિષેકને ઓફર કરવામાં આવી હતી ‘લગાન’, ફિલ્મમાં કામ ન કરવા અંગે જુનિયર બચ્ચને કર્યો મોટો ખુલાસો

આમિર ખાન પહેલા અભિષેક બચ્ચનને ફિલ્મ 'લગાન' ઓફર કરવામાં આવી હતી, પરંતુ અભિષેકને લાગ્યું કે તે આ રોલ માટે પરફેક્ટ નથી.

abhishek bachchan was offer lagaan before aamir khan

આમિર ખાન પહેલા અભિષેકને ઓફર કરવામાં આવી હતી 'લગાન', ફિલ્મમાં કામ ન કરવા અંગે જુનિયર બચ્ચને કર્યો મોટો ખુલાસો

News Continuous Bureau | Mumbai

 બોલિવૂડની સૌથી સફળ ફિલ્મોમાં ‘લગાન’નું નામ ચોક્કસપણે સામેલ છે. 22 વર્ષ પહેલા રિલીઝ થયેલી આશુતોષ ગોવારીકરે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. આ ફિલ્મમાં આમિર ખાન અને ગ્રેસી સિંહ મુખ્ય ભૂમિકામાં હતા. તમને જાણીને નવાઈ લાગશે કે આમિર પહેલા આ ફિલ્મ અભિષેક બચ્ચનને ઘણી વખત ઓફર કરવામાં આવી હતી. જોકે, તેણે આ ઓફર ઠુકરાવી દીધી હતી.હવે, અભિનેતાએ તાજેતરમાં જ ખુલાસો કર્યો છે કે તે ફિલ્મનો ભાગ બનવા માટે કેમ તૈયાર ન હતો. મીડિયા ને આપેલા ઇન્ટરવ્યુમાં, અભિષેક બચ્ચને લગાનમાં કામ ન કરવા વિશે ખુલીને વાત કરી.

Join Our WhatsApp Community

 

અભિષેક બચ્ચને જણાવ્યું લગાન ના કરવાનું કારણ 

અભિષેક બચ્ચને કહ્યું, “મને ખાતરી હતી કે હું આ રોલ માટે યોગ્ય નથી. લગાન જેવી એપિક માટે હું તે સમયે ખૂબ જ કાચો અને નવો હતો. અલબત્ત, મને ખબર હતી કે તે જબરદસ્ત હિટ બનશે, પરંતુ હું તે ફિલ્મ નો ભાગ બનવા તૈયાર નહોતો.” જ્યારે તેને પૂછવામાં આવ્યું કે જો તેને લગાન ઓફર કરવામાં આવે તો શું તે હવે તેમાં કામ કરવાનું વિચારશે? આના જવાબમાં અભિનેતાએ કહ્યું, “મને ખુશી છે કે આમિરે લગાનમાં કામ કર્યું. તેણે આ પ્રોજેક્ટમાં ઘણી જાદુઈ વિશ્વસનીયતા લાવી. દરેક ફિલ્મ અને રોલની પોતાની નિયતિ હોય છે. શું તમે જાણો છો કે માર્લોન બ્રાન્ડો પહેલા ‘ધ ગોડફાધર’ કેટલા કલાકારોને ઓફર કરવામાં આવી હતી.? આપણે આ વિશે શા માટે વાત કરી રહ્યા છીએ? તે શરમજનક છે. મેં જે ફિલ્મો નથી કરી તેના વિશે વાત કરવાને બદલે મેં જે ફિલ્મો કરી છે હું તેના વિશે વાત કરીશ” 

 

અભિષેક બચ્ચન નું વર્ક ફ્રન્ટ 

વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિષેક બચ્ચન છેલ્લે ‘ભોલા’માં જોવા મળ્યો હતો. તેણે અજય દેવગન અને તબ્બુની ફિલ્મમાં નાની ભૂમિકા ભજવી હતી. આ પહેલા અભિનેતા ‘દસવી’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં તેણે ગંગારામ ચૌધરીનું પાત્ર ભજવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો: જાવેદ અખ્તરે નવ પેગ પીધા પછી નવ મિનિટમાં લખ્યું આ સુપરહિટ રોમેન્ટિક ગીત, ગાયકે સંભળાવ્યો કિસ્સો

Kumar Sanu : કુમાર સાનુ આરપારના મૂડમાં! એક્સ વાઈફ રીતા ભટ્ટાચાર્યને ફટકારી લીગલ નોટિસ, બદનક્ષી બદલ માંગી અધધ આટલી રકમ
Dhurandhar’ Success: ધુરંધર હિટ રહેતા અક્ષય ખન્ના ગદગદ: ‘રહેમાન ડકૈત’ના રોલને મળેલા પ્રેમ બદલ એક્ટરે વ્યક્ત કરી ખુશી, જાણો શું કહ્યું?
The Great Indian Kapil Show Season 4 Teaser: કપિલના મંચ પર ‘દેશી ગર્લ’નો દબદબો! ચોથી સીઝનના પહેલા જ એપિસોડમાં પ્રિયંકા ચોપરા કરશે ધમાલ, જુઓ વાયરલ ઝલક
Ikkis: ધર્મેન્દ્રના ફેન્સ માટે માઠા સમાચાર: ‘ઇક્કીસ’ની રિલીઝ ડેટ લંબાવાઈ, જાણો મેકર્સે કેમ લેવો પડ્યો આ મોટો નિર્ણય?
Exit mobile version