Site icon

Abhishek Bachchan Filmfare: 25 વર્ષ બાદ અભિષેક બચ્ચનને મળ્યો પ્રથમ ફિલ્મફેર એવોર્ડ, આ લોકો ને શ્રેય આપતા પુરસ્કાર કર્યો સમર્પિત

Abhishek Bachchan Filmfare: અભિષેક બચ્ચનને 25 વર્ષ બાદ પ્રથમ ફિલ્મફેર એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ સ્વીકારતા અભિનેતા ભાવુક થઇ ગયો હતો અને પરિવાર ના આ લોકો ને તેનો એવોર્ડ સમર્પિત કર્યો હતો.

Abhishek Bachchan Wins First Filmfare Best Actor Award After 25 Years, Dedicates It to Amitabh and Aaradhya

Abhishek Bachchan Wins First Filmfare Best Actor Award After 25 Years, Dedicates It to Amitabh and Aaradhya

News Continuous Bureau | Mumbai

Abhishek Bachchan Filmfare: 11 ઓક્ટોબર 2025ની સાંજ અભિષેક બચ્ચન માટે ખૂબ જ ખાસ રહી. જ્યાં એક તરફ તેમના પિતા અમિતાભ બચ્ચન એ 83મો જન્મદિવસ ઉજવ્યો, ત્યાં બીજી તરફ અભિષેકને તેમના ફિલ્મી કરિયરના 25 વર્ષ બાદ પ્રથમ વખત શ્રેષ્ઠ અભિનેતા તરીકે ફિલ્મફેર એવોર્ડ મળ્યો. આ અવોર્ડ તેમને ફિલ્મ ‘I Want To Talk’ માટે મળ્યો, જે તેમણે કાર્તિક આર્યન સાથે શેર કર્યો.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Shahrukh khan manager: શાહરુખ ખાનની મેનજર પૂજા દડલાની કરે છે વર્ષે અધધ આટલી કમાણી, તેની વાર્ષિક ઈન્કમ આગળ IAS પણ રહી જાય પાછળ!

એવોર્ડ મળતાં ભાવુક થયા અભિષેક

એવોર્ડ મળ્યા બાદ અભિષેક સ્ટેજ પર ભાવુક થઈ ગયા. તેમણે કહ્યું, “આ એવોર્ડ માટે મેં કેટલીય વખત સ્પીચ તૈયાર કરી છે. આજે મારા પરિવાર સામે એવોર્ડ મળવો મારા માટે ખૂબ ખાસ છે.” તેમણે કાર્તિક આર્યનને પણ આ અવસર પર અભિનંદન આપ્યા અને કહ્યું કે કાર્તિકે તેમને બોલવા માટે મજબૂર કર્યો.અભિષેકે તેમના માતા જયા બચ્ચન, પત્ની ઐશ્વર્યા રાય અને દીકરી આરાધ્યા નો ખાસ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે તેમના પરિવારના સપોર્ટ વગર આ શક્ય ન હોત. “મારા પિતા અને દીકરી મારા હીરો છે,” એમ તેમણે કહ્યું.


અભિષેકે યુવા કલાકારોને સંદેશ આપ્યો કે “25 વર્ષની મહેનત અને આત્મવિશ્વાસથી સફળતા મળે છે. પોતાના પર વિશ્વાસ અને સતત મહેનત કરો.” તેમણે ફિલ્મની ટીમ અને તમામ દિગ્દર્શકોનો આભાર માન્યો જેમણે વર્ષો સુધી તેમને મોખરાનું સ્થાન આપ્યું.

 

Thamma OTT Release: ‘થામા’ ઓટીટી પર આવી રહી છે! જાણો ક્યારે અને ક્યાં સ્ટ્રીમ થશે આયુષ્માન ખુરાના-રશ્મિકા મંદાના ની ફિલ્મ
Naagin 7 Promo Out: નાગિન 7 નો પ્રોમો થયો રિલીઝ, જાણો ક્યારે જોઈ શકશો પ્રિયંકા ચહર ચૌધરી નો શો
Dharmendra Prayer Meet: ભાવુક વિદાય: ધર્મેન્દ્રની યાદમાં મુંબઈમાં ગુરુવારે ખાસ ‘જિંદગી કા જશ્ન’ કાર્યક્રમ, બોલિવૂડના સિતારાઓ આપશે હાજરી.
Orry Drug Case: ૨૫૨ કરોડના ડ્રગ્સ કેસમાં ઓરીની ૭.૫ કલાક પૂછપરછ, સેલિબ્રિટી કનેક્શન પર શું કહ્યું?
Exit mobile version