News Continuous Bureau | Mumbai
Abhishek Bachchan Interview: બોલિવૂડમાં ૨૦ વર્ષથી વધુની કારકિર્દી ધરાવતા અભિષેક બચ્ચને તાજેતરમાં ‘ગ્લોબલ બિઝનેસ સમિટ ૨૦૨૬’ માં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન તેણે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિશે રસપ્રદ વાતો શેર કરી હતી. અભિષેકે જણાવ્યું કે તેને કામ કરવાની અસલી પ્રેરણા તેના પિતા અને તેની પુત્રી પાસેથી મળે છે.અભિષેકે કહ્યું, “જો તમારા ઘરમાં અમિતાભ બચ્ચન જેવી વ્યક્તિ હોય, તો પછી અન્ય કોઈ પ્રેરણાની શું જરૂર? પરંતુ મારી પુત્રી આરાધ્યા પણ મને ખૂબ પ્રેરણા આપે છે. નવી પેઢીમાં જે વિચારોની સ્પષ્ટતા અને સાદગી હોય છે તે અદભૂત છે. મને ક્યારેક આ પેઢીની ઈર્ષ્યા પણ થાય છે કારણ કે તેઓ આપણા કરતા વધુ સમજદાર છે.”
આ સમાચાર પણ વાંચો : Abhishek Bachchan New Look: શું ‘કિંગ’ માં વિલન બનશે અભિષેક બચ્ચન? સોશિયલ મીડિયા પર ફેન્સે પૂછ્યો સવાલ તો અભિનેતાએ આપ્યો ચોંકાવનારો જવાબ
પુત્રી આરાધ્યા વિશે અભિષેકની રાય
અભિષેકના મતે, નવી પેઢીને સલાહ આપવાને બદલે આપણે તેમની વાત સાંભળવી જોઈએ. તેણે ઉમેર્યું કે, “બાળકો સાથે સમય વિતાવવાથી ખ્યાલ આવે છે કે તેઓ કેટલા હોશિયાર છે. તેઓ પોતે આપણને સલાહ આપી શકે તેમ છે અને તેઓ જ આપણું ભવિષ્ય છે.” આરાધ્યા સાથેના તેના બોન્ડિંગ વિશે વાત કરતા અભિષેક ઘણો ભાવુક દેખાયો હતો.આ સમિટ દરમિયાન અભિષેકે પુષ્ટિ કરી છે કે તે શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘કિંગ’ (King) માં જોવા મળશે.
ફિલ્મ ‘કિંગ’ ૨૪ ડિસેમ્બર ૨૦૨૬ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે સુહાના ખાન, દીપિકા પાદુકોણ, અર્શદ વારસી અને જયદીપ અહલાવત જેવા કલાકારો પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવતી આ ફિલ્મ વર્ષ ૨૦૨૬ ની સૌથી મોટી ફિલ્મોમાંની એક માનવામાં આવી રહી છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
