ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 31 ઑગસ્ટ, 2021
મંગળવાર
ડ્રગના કેસમાં ધરપકડ કરાયેલો બૉલિવૂડનો અભિનેતા અને બિગ બૉસનો ભૂતપૂર્વ સ્પર્ધક અરમાન કોહલીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. તાજેતરમાં અભિનેતાના ઘરે દરોડા દરમિયાન નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB)ને તેના જુહુ નિવાસસ્થાનમાંથી 25 ગ્રામ અત્યંત ઉચ્ચ ગુણવત્તાનું MD એટલે કે નાની માત્રામાં કોકેન ડ્રગ્સ મળેલું. એ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. એ જ સમયે અગાઉના દિવસે પોતાનો ચુકાદો આપતી વખતે કોર્ટે અભિનેતાની કસ્ટડી 1 સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુ્રો સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી પ્રકાશમાં આવેલા ડ્રગ ઍન્ગલ અંગે ખૂબ જ કડક છે. એ જ સમયે અભિનેતાની ધરપકડ પછી NCBએ જુહુ વિસ્તારમાંથી બે ડ્રગ પેડલર્સને પકડ્યા હતા. તેની પાસેથી MD પણ મળી આવ્યું હતું. આ પેડલર્સનું અરમાન કોહલી સાથે જોડાણ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ અરમાન કોહલી સામે ઘણા ડ્રગ ડીલરો સાથેનાં જોડાણોની માહિતી અને પુરાવાઓ જપ્ત કર્યાં છે. આને ધ્યાનમાં રાખીને NCB અરમાન કોહલી અને તેના આરોપી મિત્ર અજય રાજુ સિંહની સતત પૂછપરછ કરી રહી છે.
અહેવાલો અનુસાર NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ જણાવ્યું હતું કે કોહલી પર ડ્રગ્સ લેવા ઉપરાંત ઘણા આરોપો લાગ્યા છે. અરમાન કોહલીની પણ આબકારી વિભાગે 2018માં ધરપકડ કરી હતી. તે પોતાના નિવાસસ્થાને સ્કોચ વ્હિસ્કીની 41 બોટલ રાખતા પકડાયો હતો, જે કાયદાની વિરુદ્ધ હતું. NCBએ 2020ના અંતથી ફિલ્મ ઉદ્યોગના સભ્યો પર દરોડા અને પૂછપરછ શરૂ કરી છે. NCB દ્વારા છેલ્લા એક વર્ષમાં શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, દીપિકા પાદુકોણ, અર્જુન રામપાલ જેવા પ્રખ્યાત કલાકારોની તપાસ કરવામાં આવી છે.
શું રાજ કુન્દ્રા સાથે શિલ્પા શેટ્ટીનો સંબંધ તૂટવા જઈ રહ્યો છે? મિત્રે કર્યા કેટલાક મોટા ખુલાસા
તમને જણાવી દઈએ કે NCBની મુંબઈ શાખાએ તેની કાર્યવાહી ચાલુ રાખીને 28 ઑગસ્ટના અભિનેતાના ઘરે દરોડા પાડ્યા હતા અને આ તપાસ દરમિયાન NCBને અરમાન કોહલીના જુહુ નિવાસસ્થાનમાંથી 25 ગ્રામ અત્યંત ઉચ્ચ ગુણવત્તાનું MD એટલે કે કોકેન ડ્રગ્સ (નાની માત્રા) મળી મળી આવ્યું હતું.