News Continuous Bureau | Mumbai
Michael gambon:હોલીવુડ ફિલ્મ ‘હેરી પોટર‘માં આલ્બસ ડમ્બલડોર ની ભૂમિકા ભજવનાર અભિનેતા સર માઈકલ ગેમ્બનનું નિધન થયું છે. તેમણે 82 વર્ષની વયે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. અભિનેતાના નિધનની માહિતી તેની પત્ની અને પુત્ર દ્વારા આપવામાં આવી છે.. વિદેશી મીડિયાને સર માઈકલ ગેમ્બનના મૃત્યુ અંગે તેમની પત્ની લેડી ગેમ્બોન અને પુત્ર ફર્ગસ દ્વારા માહિતી આપવામાં આવી હતી. તેમણે કહ્યું: “સર માઈકલ ગેમ્બનના મૃત્યુની જાહેરાત કરતા અમને ખૂબ જ દુઃખ થાય છે. તે પ્રેમાળ પતિ અને પિતા હતા.”
આ સમાચાર પણ વાંચો : Jawan: શાહરૂખ અને ગૌરી ના પ્રોડક્શન હાઉસે શેર કર્યો જવાન નો BTS વિડિયો, જુઓ કેવી રીતે શૂટ થયા હતા એક્શન સીન્સ
ન્યુમોનિયા થી પીડિત હતા માઈકલ ગેમ્બલન
દિવંગત અભિનેતાની પત્નીએ વધુમાં જણાવ્યું હતું કે, “સર માઈકલ ગેમ્બોનનું મૃત્યુ ન્યુમોનિયા ને કારણે થયું હતું. આ બીમારીના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ ડોકટરોના શ્રેષ્ઠ પ્રયાસો છતાં, અમે તેને બચાવી શક્યા નહીં. તેમણે વધુમાં કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે તમે આ મુશ્કેલ સમયમાં અમારી ગોપનીયતાનું સન્માન કરો અને તમારા સમર્થન અને પ્રેમના સંદેશાઓ માટે તમારો આભાર.”