Site icon

બોલિવૂડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી ની મુશ્કેલી વધી, કોર્ટ માંથી નથી મળી રાહત, અભિનેતા વિરુદ્ધ આ મામલે દાખલ થયો હતો કેસ

News Continuous Bureau | Mumbai

મુઝફ્ફરનગર (Muzaffarnagar)  વિશેષ અદાલતે ફિલ્મ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin siddique) અને તેના પરિવારના અન્ય ચાર સભ્યોને છેડતીના (Molestation) કેસમાં ક્લીનચીટ આપતો આખરી પોલીસ રિપોર્ટ (police report) પરત કરી દીધો છે, સાથે જ આ કેસમાં ફરિયાદીને અંતિમ રિપોર્ટ સાથે ન્યાયાલય માં હાજર થવાની પણ સૂચના આપવામાં આવી છે.. સ્પેશિયલ ચાઈલ્ડ સેક્સ્યુઅલ ઓફેન્સ પ્રોટેક્શન (POCSO) કોર્ટના જજે આ આદેશ આપ્યો છે.

Join Our WhatsApp Community

નાયબ પોલીસ અધિક્ષકે  કહ્યું કે કોર્ટના નિર્દેશ પર પોલીસે આ કેસમાં ફરિયાદી અને નવાઝુદ્દીનની પત્ની આલિયાને (Aliya) જવાબ આપવા માટે કોર્ટમાં (court) હાજર થવા કહ્યું છે. કોર્ટમાં તેની હાજરી સાથે અંતિમ પોલીસ રિપોર્ટ રજૂ કરવામાં આવશે. જો કે કોર્ટે આ માટે કોઈ તારીખ નક્કી કરી નથી.પ્રોસિક્યુશન (Prosecution) અનુસાર, નવાઝુદ્દીનની પત્ની આલિયા સિદ્દીકીએ 27 જુલાઈ 2020ના રોજ તેના પતિ નવાઝુદ્દીન, તેના ત્રણ ભાઈઓ મિન્હાજુદ્દીન, ફયાઝુદ્દીન અને અયાઝુદ્દીન અને તેની માતા મેહરૂન્નિસા વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : હૃતિક રોશન અને પ્રીતિ ઝિન્ટાના નાચો નાચો ડાન્સનો વીડિયો થયો વાયરલ, ચાહકોએ આપી આવી પ્રતિક્રિયા; જુઓ વિડીયો

ફરિયાદમાં, આલિયાએ (Aliya) આરોપ મૂક્યો હતો કે 2012 માં જ્યારે તે મુઝફ્ફરનગરના (Muzaffarnagar)  બુઢાનામાં (Bhudhana) તેના સાસરે ગઈ ત્યારે તેના દિયર  મિન્હાજુદ્દીને (Minhazuddin) તેમના સંબંધી ની એક સગીર છોકરીની છેડતી કરી હતી અને બાકીના આરોપીઓએ આ કૃત્યમાં તેની મદદ કરી હતી. આલિયાએ મુંબઈના (Mumbai)વર્સોવા પોલીસ સ્ટેશનમાં (Versova police station) કેસ દાખલ કર્યો હતો, જે બાદમાં મુઝફ્ફરનગરના બુઢાના પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ફરિયાદીએ મુઝફ્ફરનગરની કોર્ટમાં પોતાનું નિવેદન પણ નોંધ્યું હતું.

Ajey: The Untold Story of a Yogi: યોગી આદિત્યનાથની બાયોપિક ‘અજેય’ પર વિવાદ, આ દેશો માં બેન થઇ ફિલ્મ
Aishwarya-Abhishek Divorce Rumours: એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક ના છૂટાછેડા ની સાથે સાથે ઐશ્વર્યા કેમ તેની માતા ને ઘરે રહે છે તે અંગે પણ પ્રહલાદ કક્કડ એ કર્યો ખુલાસો
Anupama Twist: ‘અનુપમા’માં આવશે ભાવનાત્મક વળાંક, દેવિકા ની હકીકત આ રીતે આવશે અનુ ની સામે
Cocktail 2 : ‘કોકટેલ 2’ના સેટ પરથી શાહિદ, કૃતિ અને રશ્મિકા ના લૂક્સ થયા વાયરલ, જુઓ BTS તસવીરો
Exit mobile version