Site icon News Continuous Bureau | Mumbai

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સીરીયલ નો એક એક્ટર ચઢ્યો ચેન સ્નેચિંગ ના રવાડે.પોલીસ ના હાથે આબાદ ઝડપાયો.

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો

મુંબઈ,5 એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

સોમવાર

            સુરતમાં સટ્ટામાં રૂપિયા હારી જતાં ટીવી-સિરિયલ એક્ટર ચેઇન-સ્નેચિંગના રવાડે ચડતાં ઝડપાયો હતો. સિરિયલ એક્ટર ઝડપાતાં પોલીસ પણ ચોંકી ગઈ છે. સુરત શહેર ના રાંદેર પોલીસના હાથે ઝડપાયેલા ટીવી એક્ટર મીરાજ કાપડી અને એનો મિત્ર બિલ્ડર વૈભવ જાદવ ક્રિકેટના સટ્ટામાં દેવાદાર બની જતાં ચેઈન-સ્નેચિંગમાં પડ્યા હોવાનું સામે આવ્યું છે. આરોપી મીરાજ નામાંકિત હિન્દી સિરિયલમાં રોલ કરી ચૂક્યો છે, જયારે તેનો મિત્ર વૈભવ રાજકોટમાં બિલ્ડિંગ કન્ટ્રક્શનના કામ સાથે જોડાયેલો છે.

     સુરત પોલીસ ના જણાવ્યા અનુસાર, બન્ને મિત્રો વૃદ્ધ મહિલાઓને પોતાનો શિકાર બનાવતા હતા. બાઈક પર તેમનો પીછો કરી,તેમન ગળા માંથી ચેઈન તફડાવતાં હતા. આરોપી પાસે ચેઇન, મોબાઈલ, બાઈક સહિત રોકડ રકમ મળી કુલ  2.54 લાખનો મુદ્દા માલ પણ કબજે કરી લેવામાં આવ્યો છે. સુરત પોલીસે બન્ને આરોપીની પૂછપરછ બાદ ગુજરાતભરના 12 જેટલા ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ટીવી એક્ટર મીરાજે  બીકોમ સુધી અભ્યાસ પણ કર્યો છે.

રામસેતુના સેટ પર કોરોના વિસ્ફોટ : અક્ષય કુમાર બાદ ૪૫ લોકોને થયો કોરોના

            આરોપી મીરાજ થપકી અને તારક મહેતા કા ઉલટા ચશ્મા જેવી બીજી 10-15  સિરિયલમાં મહેમાન કલાકાર તરીકે કામ કરી ચૂક્યો છે. આ સાથે મીરાજે અનેક સાઇડ કલાકારોને સિરિયલ ઇન્ડસ્ટ્રીમાં લાવી તેમના કેરિયર પણ બનાવ્યાં છે.

Ramayana Movie OTT રણબીર કપૂર અને યશની મેગા બજેટ ‘રામાયણ’ની OTT ડીલ ફાઇનલ જાણો કયા ડિજિટલ પ્લેટફોર્મ પર ક્યારે થશે સ્ટ્રીમ!
Celebrity Security Overhaul ટાઇગર શ્રોફ પર ગોળીબાર બાદ બોલિવૂડમાં સોપો! પેપરાઝી સામે આવવા પર સેલેબ્સનો પ્રતિબંધ હવે બુલેટપ્રૂફ ગાડીઓ વગર ઘર બહાર નહીં નીકળે સ્ટાર્સ!
Ramayana Advance Booking રામાયણ પર ધનવર્ષા એડવાન્સ બુકિંગમાં ૭ કરોડનો આંકડો પાર, પ્રીમિયમ ટિકિટના ભાવ રૂ. ૩૦૦૦ને વટાવ્યા!
Jolly LLB 4 હવે ‘જોલી LLB 4’ લઈને આવી રહ્યા છે અરશદ વારસી અક્ષય કુમાર નહીં હોય ભાગ! જાણો અગાઉના ભાગોની કમાણી
Exit mobile version