ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૦ મે ૨૦૨૧
સોમવાર
કોરોના વાયરસની બીજી લહેર ખુબ જ ઘાતક પુરવાર થઇ રહી છે. લાખો લોકો આ ખતરનાક વાયરસથી મરી રહ્યા છે. સ્ટાર્સ પણ આ વાયરસની ઝપેટમાં ઝડપથી આવી રહ્યા છે. ઘણા સ્ટાર્સ જીવનની લડત હારી ગયા છે. હવે યુ-ટયુબ અને ફેસબુક ઉપર લાખો ચાહકો ધરાવનારા અભિનેતા રાહુલ વોહરાનું રવિવારે કોરોનાને કારણે નિધન થયું છે. ખાસ વાત તો એ છે કે, તેણે નિધનના થોડા કલાકો પહેલાં જ ફેસબૂક પર મદદ માંગી હતી.
નિધનના થોડા કલાકો પહેલાં અભિનેતા રાહુલે ફેસબુક પર પોસ્ટ શેર કરીને પોતાની લાચારી વ્યક્ત કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, “જો મને યોગ્ય રીતે સારવાર મળી હોત તો હું બચી જાત…” રાહુલે એમ પણ લખ્યું હતું કે, “હું હવે હિંમત હારી ગયો છું. ફરીથી જન્મ લઈશ અને સારું કામ કરીશ.” આની સાથે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને ટેગ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે રાહુલે અન્ય એક પોસ્ટમાં તેનાં ઇલાજ માટે મદદ માંગી હતી. પોસ્ટમાં તેણે લખ્યું હતું કે, “હું કોવિડ પોઝિટિવ છુ અને હાલમાં હોસ્પિટલમાં દાખલ છું. આશરે 4 દિવસ થઇ ગયા છે પણ કોઇ જ રિકવરી નથી. શું કોઇ એવી હોસ્પિટલ છે? જ્યાં મને ઓક્સિજન બેડ મળી શકે. કારણ કે મારું ઓક્સીજન લેવલ સતત ઘટી રહ્યું છે અને કોઇ જોવા વાળુ નથી. હું બહુ મજબૂર થઈને આ પોસ્ટ કરી રહ્યો છું કેમ કે પરિવારજનો પરિસ્થિતિ સંભાળી શકે તેવી સ્થિતિમાં નથી.”
હવે આ રાજ્યમાં મહારાષ્ટ્રથી આવનારાઓ માટે નો એન્ટ્રી.
આપને જણાવી દઈએ કે ઉત્તરાખંડનો રાહુલ ડિજિટલ પ્લેટફોર્મ પર લોકપ્રિય ચહેરો હતો. તે નેટફ્લિક્સ સિરીઝ અનફ્રીડમમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં રાહુલએ ખૂબ જ સારું કામ કર્યું હતું. ચાહકોએ તેમની પ્રશંસા કરી હતી.