ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 29 ઑક્ટોબર, 2021
શુક્રવાર
દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતની તબિયત ગુરુવારે બગડી છે.
તેમને ચેન્નઈની કાવેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જોકે તેમને રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે, તેઓ આવતીકાલ સુધી હોસ્પિટલમાં રહેશે. એ બાદ તેઓ ઘરે પરત ફરશે.
રજનીકાંતનું 2016માં અમેરિકામાં કિડની ટ્રાંસપ્લાન્ટ થયું હતું. ત્યારથી તે પોતાની તબિયતને લઇને સજાગ રહે છે.
ઉલ્લેખનીય છે કે ખરાબ સ્વાસ્થ્યને કારણે તેઓએ ગત વર્ષે પોલિટિક્સમાં એન્ટ્રી લેવાનો નિર્ણય ટાળ્યો હતો.
શું તમે અનિલ અંબાણીના ઘર વિશે આ જાણો છો?; જાણીને તમને પણ આશ્ચર્ય થશે