ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 જુલાઈ, 2021
બુધવાર
મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે અશ્લીલ ફિલ્મો બનાવવાના આરોપ હેઠળ બૉલિવુડ ઍક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની 19 જુલાઈએ ધરપકડ કરી હતી. રાજ કુન્દ્રાની સતત ચાર દિવસ પૂછપરછ કર્યા બાદ શુક્રવારે ક્રાઇમ બ્રાન્ચ તેના જુહુના બંગલોમાં પહોંચી હતી. અહીં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીને સામસામે બેસાડીને પૂછપરછ કરી હતી. શિલ્પા શેટ્ટીની મુશ્કેલીઓ હજી સુધી ખતમ નથી થઈ એટલે કે અભિનેત્રી મુંબઈ પોલીસ ક્રાઇમ બ્રાન્ચના રડાર ઉપર છે અને તેની આગળ પણ પૂછપરછ થઈ શકે છે. આ વખતે પોલીસ ઍક્ટ્રેસના ઘરે નહીં, પરંતુ ક્રાઇમ બ્રાન્ચની ઑફિસમાં પૂછપરછ કરશે. આ અંગે ઍક્ટ્રેસને ટૂંક સમયમાં જ સમન્સ પાઠવવામાં આવશે. ક્રાઇમ બ્રાન્ચનું કહેવું છે આ મામલામાં અભિનેત્રી શર્લિન ચોપરાને ગવાહ બનાવવા જઈ રહ્યા છીએ, ત્યારે જ આરોપી અરવિંદ શ્રીવાસ્તવને પણ તપાસમાં સહયોગ કરવાનું કહેવામાં આવ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ અત્યાર સુધી સામે આવેલા બધાં જ બૅન્ક ખાતાની તપાસ માટે ફોરેન્સિક ઑડિટરની નિમણૂક થઈ ચૂકી છે.