Site icon

આ ફિલ્મ માટે અભિનેતા વિકી કૌશલ 100 કિલો કરતા વધારે વજન વધારશે, ભજવશે મહત્વનું પાત્ર… જાણો વિગતે…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો 

મુંબઈ

Join Our WhatsApp Community

10 ઓક્ટોબર 2020

રાષ્ટ્રીય પુરસ્કાર જીતનાર વિકી કૌશલે પોતાના જોરદાર અભિનયથી લોકોનું ખૂબ મનોરંજન કર્યું છે. ટૂંક સમયમાં તેની ફેન ફોલોવિંગ ઘણી વધી ગઈ છે. અભિનેતા વિકી કૌશલ પાસે હાલ ઘણી જ રસપ્રદ અને જાણીતા બેનર્સની ફિલ્મો છે. એવામાં એક ફિલ્મ 'ધ ઈમ્મોર્ટલ અશ્વત્થામા' છે. ફિલ્મમાં વિકી કૌશલ મહારાભારતના મહાન અને અમર યોદ્ધા અશ્વત્થામાનું પાત્ર ભજવશે. આ ફિલ્મનું શૂટિંગ એપ્રિલ 2021 માં શરૂ થશે. અશ્વત્થામાને આધુનિક સમયના સુપરહીરો તરીકે દર્શાવતી આ ફિલ્મ 3 ભાગોમાં રિલીઝ થશે. જણાવી દઈએ કે અશ્વત્થામા ગુરુ દ્રોણાચાર્યનો પુત્ર હતો. તેમને અમરતાનું વરદાન મળ્યું હતું. મહાભારતમાં, અશ્વત્થામા કૌરવો વતી લડ્યા હતા.

રસપ્રદ વાત એ છે કે, ફિલ્મમાં અશ્વત્થામાના આ પાત્રને ભજવવા માટે  વિકી કૌશલે પોતાનું વજન 100 કિલો કરતા પણ વધારે કરવું પડશે. આ માટે વિકી વર્કઆઉટ્સ કરી રહ્યો છે, તેને ઘોડેસવારી ઉપરાંત જુજુત્સુ અને ક્રવ માગા જેવી માર્શલ આર્ટ્સની પણ ટ્રેનિંગ લેવાની રહેશે. ફિલ્મનું શૂટિંગ યુરોપમાં શરૂ થશે જ્યારે સમાપ્ત મુંબઇમાં થશે. આ શુટિંગ ગ્રીનલેન્ડ, આઈસલેન્ડ, ઈંગ્લેન્ડ સિવાય ટોકિયો, ન્યુઝીલેન્ડ અને નામીબિયામાં પણ થશે.

ફિલ્મનું શૂટિંગ હતુ શરુ થઈ જવું જોઈતું હતું પરંતુ કોરોના વાયરસના કારણે તેના શિડ્યુલને આગળ લંબાવવામાં આવ્યું છે. ફિલ્મનું ડિરેક્શન આદિત્ય ઘર કરી રહ્યા છે જેમણે વિકી સાથે સુરહિટ ફિલ્મ 'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક' બનાવી હતી. આ ફિલ્મ સિવાય વિકી પાસે આ સમયે શહીદ ઉધમ સિંહ, ફિલ્ડ માર્શલ સૈમ માણેકશૉની બાયોપિક અને કરણ જોહરની 'તખ્ત' જેવી મોટી ફિલ્મો છે.

Kantara: કાંતારા 2 નું ટ્રેલર આજે થશે લોન્ચ, નાનું બજેટ અને બોક્સ ઓફિસ પર સુનામી, ફિલ્મે આટલા ટકા નફા સાથે મચાવી ધૂમ
Akshay Kumar: બોલિવૂડ ના આ સુપરસ્ટાર ની ફિલ્મ ને કારણે થયા હતા અક્ષય અને ટ્વિંકલ ના લગ્ન, ખિલાડી કુમારે કર્યો ખુલાસો
Amitabh Bachchan: ‘જલસા’ બહાર ફેન્સને મળ્યા અમિતાભ બચ્ચન, ફેન્સ ને ભેટ માં આપી દાંડિયા ની સાથે આ વસ્તુ
Kalki 2898 AD: ‘કલ્કી 2898 એડી’ ની સીક્વલમાંથી દીપિકા બહાર, હવે 600 કરોડ ની ફિલ્મ માટે આ એક્ટ્રેસ નું નામ ચર્ચામાં
Exit mobile version