ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
12 સપ્ટેમ્બર 2020
પ્રખ્યાત ટીવી શો ‘રામાયણ’માં સીતાનો રોલ ભજવનારી અભિનેત્રી દીપિકા ચિખલિયાના માતાનું નિધન થયું છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી આ વાતની જાણકારી આપી છે. પોસ્ટમાં લખ્યું હતું કે, ‘પેરેન્ટ્સ જતા રહે તેના દુઃખમાંથી માણસ સરળતાથી પસાર થઇ શકતો નથી.’ કેપ્શનમાં લખ્યું હતું, ‘મમ, RIP.’ 55 વર્ષીય અભિનેત્રીની માતાનું નિધન કયા કારણે થયું તે હજુ જાહેર થયું નથી. ઉલ્લેખનીય છે કે અભિનેત્રી દીપિકા ચિખલિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહેતી હોય છે અને તેના ચાહકો માટે દરરોજ કંઈક ને કંઈક પોસ્ટ કરે છે. જ્યારે રામાનંદ સાગરની 'રામાયણ' દૂરદર્શન પર ફરી એક વખત ટેલિકાસ્ટ થઈ ત્યારે દીપિકા ખૂબ ચર્ચામાં હતી.
નોંધનીય છે કે લોકડાઉન દરમ્યાન 'રામાયણ' સહિત અનેક સિરિયલ્સ રી-ટેલિકાસ્ટ કરવામાં આવી હતી. આ સિરિયલે ઘણા રેકોર્ડ બ્રેક કર્યા હતા અને સિરિયલની સ્ટારકાસ્ટ ઘણી ફેમસ થઇ હતી. તેઓ ઘણા રિયાલિટી શોમાં સામેલ થતા હતા અને શો સાથે જોડાયેલા રસપ્રદ કિસ્સા શેર કરતા હતા.
