Site icon

ઓહ માય ગોડ-ધક-ધક ગર્લ માધુરી દીક્ષિત ને શું થયું-વિડીયો જોઈને યૂઝર્સ થઈ ગયા આશ્ચર્યચકિત-પોતાના લુક ને લઈને અભિનેત્રી થઇ ટ્રોલ 

News Continuous Bureau | Mumbai

બોલિવૂડની (Bollywood) 'ધક-ધક ગર્લ' માધુરી દીક્ષિતે(Madhuri Dixit) એક્ટિંગની સાથે પોતાની ક્યૂટ સ્મિતથી લાખો લોકોના દિલ જીતી લીધા છે. તેણીની મિલિયન ડોલરની સ્માઈલ (A million dollar smile) હંમેશા લોકોને તેના માટે પાગલ બનાવે છે. પરંતુ લાગે છે કે હવે ફેન્સને તેની સ્માઈલ વધુ પસંદ નથી આવી રહી. માધુરી પોતાના હાસ્ય અને ચહેરા પર ટ્રોલ થવા લાગી છે જેના પર ચાહકો મરતા હતા. યુઝર્સ તેને પ્લાસ્ટિક બ્યુટી પણ કહી રહ્યા છે. વાસ્તવમાં, માધુરી દીક્ષિતનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં તે પરંપરાગત ગ્રીન કલરના ડ્રેસમાં પોઝ આપતી જોવા મળી રહી છે. પરંતુ, ચાહકોને આ વીડિયોમાં તે વસ્તુ દેખાતી નથી, જે પહેલા જોવા મળતી હતી.

Join Our WhatsApp Community

બોટોક્સ(Botox) કરાવવાને લઈને ચાહકોએ માધુરીને ટ્રોલ (troll) કરવાનું શરૂ કરી દીધું છે. યુઝર્સ તેમના ચહેરા વિશે ઘણી વાતો કરી રહ્યા છે. વિડિયોમાં જ્યારે માધુરી હસી રહી છે ત્યારે યુઝર્સ તેને કૃત્રિમ અને નકલી અનુભવી રહ્યાં છે. કેટલાક લોકો તેને પૂછે છે કે શું તેણે ખરેખર બોટોક્સ કર્યું છે? એક યુઝરે પૂછ્યું, 'માધુરીનો ચહેરો આટલો ભરેલો કેમ દેખાય છે? તેણી પહેલા આવી નહોતી દેખાતી. તો અન્ય એક યુઝરે કહ્યું કે માધુરી પહેલા સારી દેખાતી હતી.જોકે, આ પહેલીવાર નથી કે જ્યારે માધુરી તેના ચહેરાની સર્જરી માટે ટ્રોલ થઈ હોય. છેલ્લા ઘણા દિવસોથી માધુરીના ચહેરા પર કોમેન્ટ્સ આવી રહી છે. અત્યાર સુધી અભિનેત્રીએ આ અંગે કોઈ જવાબ આપ્યો નથી.

આ સમાચાર પણ વાંચો :  શું બિગ બોસ 16 માટે સલમાન ખાન લેશે 1000 કરોડ રૂપિયા ફી- અભિનેતાએ આ અંગે તોડ્યું મૌન-આપ્યો આવો જવાબ 

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો માધુરી આ દિવસોમાં ડાન્સ રિયાલિટી શો(Dance Reality Show) 'ઝલક દિખલા શો'ને જજ કરતી જોવા મળે છે. તેની સાથે શોમાં કરણ જોહર અને નોરા ફતેહી પણ કો-જજ છે. માધુરીએ ભૂતકાળમાં પણ ઝલકની ઘણી સીઝન જજ કરી ચુકી છે. માધુરીએ આ વર્ષે 'ધ ફેમ ગેમ'થી ઓટીટી ડેબ્યૂ કર્યું હતું.

 

Dharmendra Health Update: ‘હું નબળી પડી શકતી નથી!’ ધર્મેન્દ્રની તબિયત પર હેમા માલિનીનું ભાવુક નિવેદન, બાળકોને લઈને કહી આ મોટી વાત
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી માં એ જ જૂની સ્ટોરી લાઈન જોઈને બોર થઇ ગયા દર્શકો!હવે શું થશે ટીઆરપી નું?
120 Bahadur: ફિલ્મ ‘120 બહાદુર’ના મેકર્સે લોન્ચ કરી ડાક ટિકિટ, ફરહાન અખ્તરે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી
Rashmika and Vijay: ‘ધ ગર્લફ્રેન્ડ’ના સફળતા કાર્યક્રમમાં રશ્મિકા સાથે વિજય દેવરકોન્ડા એ કર્યું એવું કામ કે, વીડિયો થયો વાયરલ
Exit mobile version