News Continuous Bureau | Mumbai
Neha pendse: ટીવી અભિનેત્રી નેહા પેંડસે ને લઈને એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ નેહા ના ઘરમાં ચોરી થઇ છે. રિપોર્ટ મુજબ નેહા ના ઘરમાંથી 6 લાખ રૂપિયાના દાગીના ની ચોરી થઇ છે. ત્યારબાદ પોલીસમાં FIR નોંધાવી અને તે નોકરની ધરપકડ પણ થઇ છે. જ્યારે નેહાને ચોરીની જાણ થઈ ત્યારે તેના પતિ શાર્દુલ સિંહ બાયસના ડ્રાઈવરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. નેહા એ પોતે આ વાત ની પુષ્ટિ કરી છે..
નેહા પેંડસે ના ઘરે થઇ ચોરી
નેહા ના પતિ ના ડ્રાઇવરે જે FIR નોંધાવી હતી તે મુજબ નેહા ના ઘરે ચોરી 28 ડિસેમ્બરે થઇ હતી. ડ્રાઇવર ના જણાવ્યા મુજબ નેહા ના પતિ શાર્દુલ ને 4 વર્ષ પહેલા લગ્નની ભેટ તરીકે મળેલી હીરાની વીંટી અને સોનાનું બ્રેસલેટ ગાયબ છે. શાર્દુલ સામાન્ય રીતે આ ઘરેણાં બહાર જતી વખતે પહેરતો હતો અને ઘરે પરત ફરતાની સાથે જ તે ઉતારીને તેના નોકર સુમિત કુમાર સોલંકી ને બેડરૂમ ના કબાટમાં રાખવા માટે આપી દેતો હતો. સુમિત પણ ઘરના અન્ય નોકરો સાથે પરિસરમાં રહે છે. જ્યારે શાર્દુલ ઘરની બહાર જવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે તેને કબાટ માં તેના ઘરેણા મળ્યા ન હતા. આ પછી તેણે ઘરના તમામ નોકરોની પૂછપરછ કરી આ દરમિયાન નોકર સુમિત ઘરે હાજર નહોતો. જ્યારે તેને બોલાવવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે તે કોલાબામાં તેની માસીના ઘરે છે. આ પછી જ્યારે સુમિતને દાગીના વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે તેણે તમામ દાગીના કબાટમાં જ રાખ્યા છે.
સુમિત ના કહેવા પ્રમાણે શાર્દુલે ઘરેણાંની બધે શોધખોળ કરી, પરંતુ દાગીના ક્યાંય ના મળતા તેણે સુમિતને તાત્કાલિક ઘરે પરત આવવા કહ્યું. જોકે, સુમિત ખૂબ મોડો ઘરે પાછો આવ્યો હતો. આ કારણે નોકર પર શાર્દુલની શંકા વધુ ઘેરી બની હતી. ત્યારબાદ તેને સુમિત વિરુદ્ધ પોલીસ માં ફરિયાદ નોંધાવી. શાર્દુલ ના ડ્રાઈવર દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદ બાદ પોલીસે નોકર સુમિત ની ધરપકડ કરી છે. પોલીસ નોકર સુમિત ની પૂછપરછ કરી રહી છે.પરંતુ પોલીસ ને હજુ સુધી દાગીના મળ્યા નથી.
આ સમાચાર પણ વાંચો : Fighter runtime:રિતિક રોશન અને દીપિકા પાદુકોણ ની ફિલ્મ ફાઈટર ના 3 કલાક 10 મિનિટ ના રન ટાઈમ પર સિદ્ધાર્થ આનંદે તોડ્યું મૌન, સોશિયલ મીડિયા પર કહી આ વાત
