Payal Ghosh on Sridevi: શેફાલી જરીવાલાના નિધન પછી પાયલ ઘોષે શ્રીદેવી ને લઈને કર્યો મોટો ખુલાસો, લોકો ને આપી આવી સલાહ

Payal Ghosh on Sridevi: શેફાલી જરીવાલાના નિધન પછી પાયલ ઘોષે શ્રીદેવી સાથે થયેલી મુલાકાતનો ખુલાસો કર્યો, આ સાથે જ તેને બોટોક્સ-ફિલર્સથી દૂર રહેવાની સલાહ પણ આપી

by Zalak Parikh
Actress Payal Ghosh Reveals Sridevi Beauty Secrets, Warns Against Cosmetic Treatments

News Continuous Bureau | Mumbai

Payal Ghosh on Sridevi:  તાજેતરમાં અભિનેત્રી શેફાલી જરીવાલાનું દુઃખદ નિધન થયું છે. હવે અભિનેત્રી પાયલ ઘોષ  એ દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવી વિશે એક મોટો ખુલાસો કર્યો છે. પાયલ ઘોષે જણાવ્યું કે 2017માં ઓશિવરા સ્થિત એક ક્લિનિકમાં શ્રીદેવી સાથે તેની મુલાકાત થઈ હતી. ત્યારે શ્રીદેવીએ સ્વીકાર્યું હતું કે તે યુવાન દેખાવા માટે કોસ્મેટિક સર્જરી અને ઉપવાસનો સહારો લેતી હતી.

આ સમાચાર પણ વાંચો : Oo Antava: પુષ્પા’ના ‘ઊ અંટાવા’ ગીતની થઇ નકલ, સંગીતકારે ટર્કિશ ગાયક પર આરોપ લગાવતા કહી આવી વાત

શ્રીદેવીના સૌંદર્ય પાછળનું તણાવ

પાયલ ઘોષે એક મીડિયા હાઉસ ને જણાવ્યું કે શ્રીદેવી પોતાના વધતા વયને લઈને ખૂબ ચિંતિત રહેતી હતી. તેણે કહ્યું કે “તમે જે વ્યક્તિને આઈનામાં જુઓ છો, તેને જ સાચવવી પડે છે.” પાયલના જણાવ્યા મુજબ શ્રીદેવી પોતાનું વજન કાબૂમાં રાખવા માટે ઘણીવાર ભૂખી રહેતી હતી. પાયલ ઘોષે બોટોક્સ (Botox), ફિલર્સ (Fillers) અને એન્ટી-એજિંગ ટ્રીટમેન્ટ્સ પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેણે કહ્યું કે “આ પ્રકારના ઉપચાર કલાકારોના આરોગ્ય માટે જોખમરૂપ છે. જીવનથી મોટું કંઈ નથી.” પાયલના મતે, શેફાલીનું નિધન પણ આવા જ ઉપચારના કારણે થયું હોઈ શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)


27 જૂન 2025ની રાત્રે શેફાલી જરીવાલાનું નિધન થયું હતું. પોલીસના જણાવ્યા મુજબ તેણે ખાલી પેટે એન્ટી-એજિંગ દવાઓ લીધી હતી, જેના કારણે બ્લડ પ્રેશર ઘટી ગયું અને હાર્ટ એટેકથી તેનું અવસાન થયું. આ ઘટના ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ચેતવણીરૂપ બની છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More