201
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 8 એપ્રિલ 2021.
ગુરૂવાર.
બોલીવુડ ફિલ્મ એક્ટ્રેસ સની લીયોની એ અંધેરી વેસ્ટમાં એક 5 bhk નો ફ્લેટ લીધો છે. આ લક્ઝરી ફ્લેટની કિંમત છે 16 કરોડ રૂપિયા. અંધેરી વેસ્ટ સ્થિત એટલાન્ટિસ નામની બિલ્ડિંગમાં બારમા માળે સનીનો આ ફ્લેટ છે.
એક ખાનગી ન્યુઝ વેબસાઈટના જણાવ્યા મુજબ, સનીએ 28 માર્ચ 2021 ના દિવસે આ ફ્લેટ ખરીદ્યો હતો જેનો કારપેટ એરિયા 3968 સ્ક્વેરફુટ છે. આ ફ્લેટ સનીએ પોતાના અસલી નામ કરણજીત કૌર વોહરા ના નામે ખરીદ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, મહારાષ્ટ્ર સરકાર દ્વારા સ્ટેમ્પ ડ્યુટી પર આપેલી છૂટ ના કારણે સનીએ આ ફ્લેટ ખરીદ્યો છે. જોકે આ ફ્લેટ પાછળ સનીએ ૪૮ લાખ રૂપિયા જેટલી સ્ટેમ્પ ડ્યુટી ની રકમ પણ ચૂકવી દીધી છે.
આ દેશમાં માત્ર સાત કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવતા ખળભળાટ. વડાપ્રધાન ચિંતામાં…
You Might Be Interested In
