News Continuous Bureau | Mumbai
પીઢ અભિનેતા વિક્રમ ગોખલે (Vikram Gokhale) ની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. તેઓ સારવાર ( Health update) ને પ્રતિભાવ (response) આપી રહ્યા છે અને તેમણે તેમની આંખો પણ ખોલી છે. હોસ્પિટલના જનસંપર્ક અધિકારી શિરીષ યાદગીકરે પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી. આ ઉપરાંત વિક્રમ ગોખલેએ અંગોની હિલચાલ પણ શરુ કરી છે.
અભિનેતાને શું થયું હતું ?
અભિનેતા વિક્રમ ગોખલેની 15 દિવસથી પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પરંતુ બે દિવસ પહેલા વિક્રમ ગોખલેની તબિયત બગડતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. એવામાં તેમની તબિયત અંગે વારંવાર ચર્ચાઓ થતી રહી હતી. પરંતુ હોસ્પિટલના જન સંપર્ક અધિકારી શિરીષ યાદગીકરના કહેવા પ્રમાણે, વિક્રમ ગોખલેની તબિયત (recovery) માં સુધારો થઈ રહ્યો છે. તેઓ સારવારને પ્રતિભાવ આપી રહ્યા છે અને તેમણે તેમની આંખો ખોલી છે. તેથી આગામી 48 કલાકમાં તેનું વેન્ટિલેટર હટાવી દેવામાં આવશે. તેમનું બ્લડ પ્રેશર અને કાર્ડિયાક એક્ટિવિટી સ્થિર હોવાનું જાણવા મળે છે.
આ સમાચાર પણ વાંચો: ‘ચંપક ચાચા’એ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાંથી લીધો બ્રેક! નિર્માતાઓ સાથે ગડબડ થઈ કે ઈજા થઈ…