ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૪ મે ૨૦૨૧
શુક્રવાર
'કમાન્ડો 2' અને '1920' સહિત કેટલીક બોલિવુડ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ ઍક્ટિવ રહે છે. અભિનેત્રી અવારનવાર તેના ફોટોસ અને ડાન્સના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.તેની નવીનતમ તસવીરો ચાહકોને ઘણી પસંદ આવે છે.
અભિનેત્રી અદાએ તેના આકર્ષક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જેની ચાહકો ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. લુકની વાત કરીએ તો આ દરમિયાન તે ગ્રે કલરની સાડીમાં જોવા મળી રહી છે.
ન્યુડ મેકઅપ અને મેસી હેયર્સ તેમના લુકમાં ઉમેરો કરી રહ્યા છે.
કામની વાત કરીએ તો અદાએ વર્ષ ૨૦૦૮માં હોરર ફિલ્મ ‘૧૯૨૦’ થી બોલિવુડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મ ઘણી હિટ સાબિત થઈ. આ પછી અભિનેત્રી સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણીતી ચોપડાની સાથે ફિલ્મ ‘હંસી તો ફંસી’ માં જોવા મળી હતી. આ સિવાય અદા શર્મા ફિલ્મ કમાન્ડોમાં પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી..