News Continuous Bureau | Mumbai
રાખી સાવંત પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. આ દિવસોમાં રાખી સાવંત તેના લગ્નને લઈને ચાલી રહેલા વિવાદોને લઈને ચર્ચામાં છે. બોલીવુડની ‘ડ્રામા ક્વીન’ અભિનેત્રી રાખી સાવંતનો પતિ આદિલ ખાન દુર્રાની 6 મહિના પછી જેલમાંથી બહાર આવ્યો છે અને તેણે જેલમાંથી છૂટતાની સાથે જ રાખી સાવંત વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા છે, જે જાણીને તમે પણ ચોંકી જશો. થોડા સમય પહેલા રાખી સાવંતે તેના પતિ આદિલ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા અને પોલીસમાં ફરિયાદ પણ કરી હતી.
રાખી સાવંતે મારો ન્યૂડ વિડીયો બનાવ્યો: આદિલ ખાન
રાખી સાવંતના પતિ આદિલે જેલમાંથી બહાર આવતાની સાથે જ એક ઈન્ટરવ્યુ આપ્યો છે, જેમાં તેણે પોતાના લગ્નને લઈને ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આદિલે એમ પણ કહ્યું કે મારા પર જે પણ આરોપો લગાવવામાં આવ્યા છે. તે બધા જૂઠા છે. આદિલે મીડિયા ને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, ‘રાખી જેવી મહિલાઓ કોઈની પણ સાથે કંઈ પણ કરી શકે છે.’ આદિલે વધુમાં જણાવ્યું કે એક્ટ્રેસે તેને ડ્રગ્સ આપી ને ન્યૂડ વીડિયો બનાવ્યો હતો. આદિલે ઈન્ટરવ્યુમાં તો ત્યાં સુધી કહ્યું છે કે રાખીએ તેની માતાના કેન્સરના નામે લોકોને છેતર્યા હતા. આદિલે કહ્યું કે, રાખીના કારણે તેના માતા-પિતા સહિત સમગ્ર પરિવારને ઘણું સહન કરવું પડ્યું હતું, પરંતુ મને ખુશી છે કે હું બહાર છું અને હવે હું તમને બધાને કહી શકું છું કે મારી સાથે શું થયું.
આ સમાચાર પણ વાંચો : adil-rakhi: 6 મહિના બાદ જેલમાંથી બહાર આવ્યો આદિલ ખાન, ખુલ્લેઆમ રાખી સાવંત ને આપી આ ધમકી
માતા ના નિધન ના દિવસે બિરિયાની ખાતી હતી રાખી સાવંત: આદિલ ખાન
આદિલ ખાને મીડિયા ને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “જે દિવસે રાખીની માતાનું નિધન થયું, મને અહેસાસ થવા લાગ્યો કે તે કેટલી નીચ છે. રાખી તેની માતાના મૃત્યુના દિવસે બિરયાની ખાતી હતી. તેઓ સાથે ચિલી ચિકન, મટન બિરયાની અને પ્રોન્સ કબાબ ખાતા હતા. તેઓ જાણતા ન હતા કે ખ્રિસ્તી ધર્મમાં અંતિમ સંસ્કાર કેવી રીતે કરવા. રાખી માટે કંઈ મહત્વનું નહોતું. મેં જ્યારે રાખીને પૂછ્યું તો તેણે કહ્યું, જાન, તારે જે કરવું હોય તે કર.