Site icon

‘આદિપુરુષ’ ના નિર્માતા ની વધી મુશ્કેલી, હવે આ મામલે ફિલ્મ વિરુદ્ધ નોંધાઈ FIR, જાણો વિગત

'આદિપુરુષ'ને લઈને દેશભરમાં ભારે હોબાળો થયો છે. આ ફિલ્મને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે. તે જ સમયે, અખિલ ભારતીય હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય પ્રવક્તા એ હઝરતગંજ પોલીસમાં ફિલ્મ 'આદિપુરુષ'ના નિર્માતાઓ અને સ્ટાર કાસ્ટ વિરુદ્ધ FIR દાખલ કરી છે.

adipurush controversy film in legal trouble fir filed against makers

'આદિપુરુષ' ના નિર્માતા ની વધી મુશ્કેલી, હવે આ મામલે ફિલ્મ વિરુદ્ધ નોંધાઈ FIR, જાણો વિગત

News Continuous Bureau | Mumbai

પ્રભાસ અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ ‘આદિપુરુષ’ રિલીઝ થઈ ત્યારથી જ ચર્ચામાં છે. ચર્ચાનું કારણ ફિલ્મ સાથે જોડાયેલો વિવાદ છે. પ્રથમ તો દર્શકોને આ ફિલ્મના સંવાદો બિલકુલ પસંદ આવ્યા નથી. બીજું, ફિલ્મના કેટલાક દ્રશ્યો સામે પણ વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે અને એક વર્ગ સતત ફિલ્મનો વિરોધ કરી રહ્યો છે. દરમિયાન, નિર્માતાઓની મુસીબતમાં વધુ વધારો થયો છે કારણ કે ફિલ્મ કાયદાકીય ગૂંચવણમાં ફસાયેલી જોવા મળી રહી છે. હવે લખનઉના હઝરતગંજ કોતવાલી ખાતે ‘આદિપુરુષ’ના નિર્માતાઓ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

 

આદિપુરુષ ના નિર્માતા વિરુદ્ધ  દાખલ થઇ FIR

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રભાસની ફિલ્મ ‘આદિપુરુષ’ને લઈને લખનૌના હઝરતગંજ કોતવાલી માં તહરીર આપવામાં આવી છે. અખિલ ભારત હિંદુ મહાસભાએ ફિલ્મ ‘આદિપુરુષ’ની સ્ટારકાસ્ટ, ડાયલોગ રાઈટર, ડાયરેક્ટર અને પ્રોડ્યુસર વિરુદ્ધ આ તહરિર આપી છે. અખિલ ભારત હિન્દુ મહાસભાએ માંગ કરી છે કે જો નેપાળમાં ફિલ્મ ‘આદિપુરુષ’ પર પ્રતિબંધ લગાવી શકાય છે તો ઉત્તર પ્રદેશ સરકારે પણ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવો જોઈએ.અખિલ ભારત હિન્દુ મહાસભાએ નિર્માતાઓ પર ફિલ્મમાં હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે ફિલ્મમાં સનાતન ધર્મનું અપમાન કરવામાં આવ્યું છે. ભગવાન રામ, હનુમાનજી અને સીતા માતાનું પણ ખોટું નિરૂપણ અને ખોટા સંવાદો બતાવીને અપમાન કરવામાં આવ્યું હતું. આજના બાળકોના મનમાં આપણા ભગવાન પ્રત્યેની આવી છબી ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, તેથી જ તેઓએ ‘આદિપુરુષ’ પર પ્રતિબંધ મૂકવાની માંગણી ઉઠાવી છે.

 

યોગી આદિત્યનાથ ને લખવામાં આવ્યો પત્ર 

આ સિવાય રાષ્ટ્રીય લોકદળે ઉત્તર પ્રદેશમાં ફિલ્મ ‘આદિપુરુષ’ પર પ્રતિબંધ મૂકવા માટે પત્ર લખ્યો છે. રાષ્ટ્રીય લોકદળના પ્રદેશ પ્રમુખ વ્યાપારી એ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ઉત્તર પ્રદેશમાં ફિલ્મ ‘આદિપુરુષ’ પર પ્રતિબંધ મૂકવાની વિનંતી કરતો પત્ર લખ્યો છે.તેમણે પોતાના પત્રમાં લખ્યું છે કે ‘આદિપુરુષ’માં અભદ્ર અને ફૂવડ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં આવા સંવાદો છે, જે સનાતન આસ્થા અને સનાતન પ્રેમીઓના હૃદયને ઠેસ પહોંચાડે છે. ફિલ્મમાં દર્શાવવામાં આવેલા રામાયણના તમામ પાત્રો રામાયણની વાર્તાથી તદ્દન વિરુદ્ધ છે. આ આપણા ધાર્મિક પુસ્તકો અને આપણી સંસ્કૃતિ પર હુમલો છે.

આ સમાચાર પણ વાંચો: રિલીઝ થતા ની સાથે જ કાનૂની મુસીબત માં આવી ‘આદિપુરુષ’, ફિલ્મ સામે દાખલ થઇ દિલ્હી હાઈકોર્ટમાં અરજી,કરવામાં આવી આ માંગણી

Aishwarya Rai Birthday: એશ્વર્યા રાયે ઠુકરાવેલી સુપરહિટ ફિલ્મો, જેણે અન્ય અભિનેત્રીઓની કિસ્મત બદલી
Akash Ambani and Shloka Mehta: હેલોવીન પાર્ટી માં આકાશ અને શ્લોકા એ લૂંટી લાઈમલાઈટ, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ તસવીરો
Aishwarya Rai Bachchan birthday: મિસ વર્લ્ડથી લઈને સુપરહિટ ફિલ્મો અને લક્ઝરી લાઈફસ્ટાઈલ સુધી, જાણો એશ્વર્યા રાય બચ્ચન ની સફર
Bollywood Halloween Party: બોલીવૂડની હેલોવીન પાર્ટીમાં જામ્યો સ્ટાર્સ નો મેળાવડો, અલગ જ અંદાજ માં જોવા મળી નીતા અંબાણી
Exit mobile version