Aditya Dhar Net Worth : ‘ધુરંધર 2’ ના ડિરેક્ટર આદિત્ય ધરનું આલીશાન સામ્રાજ્ય! નેટવર્થથી લઈને લક્ઝરી કાર સુધીના આંકડાઓ આવ્યા સામે

Aditya Dhar Net Worth : ‘ઉરી’ અને ‘ધુરંધર’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપનાર આદિત્ય ધર અને યામી ગૌતમનું ₹100 કરોડનું સામ્રાજ્ય; જાણો કઈ મોંઘી ગાડીઓમાં ફરે છે આ સ્ટાર કપલ.

by Zalak Parikh
Aditya Dhar’s Net Worth: From a luxury Bandra apartment to a 100 crore empire,

News Continuous Bureau | Mumbai

Aditya Dhar Net Worth : બોલિવૂડના નવા ‘ધુરંધર’ નિર્દેશક તરીકે ઉભરી આવેલા આદિત્ય ધર  અત્યારે સફળતાના શિખરે છે. તેમની સતત બે ફિલ્મો ‘ધુરંધર’ અને ‘ધુરંધર 2’ એ બોક્સ ઓફિસ પર ૧૦૦૦ કરોડથી વધુની કમાણી કરી છે. અભિનેત્રી યામી ગૌતમના પતિ આદિત્ય ધરે પોતાની મહેનતથી કરોડોનું સામ્રાજ્ય ઉભું કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ દંપતીની કુલ સંપત્તિ અત્યારે ૧૦૦ કરોડથી વધુ છે.આદિત્ય ધર અને યામી ગૌતમ મુંબઈના પોશ ગણાતા બાંદ્રા વિસ્તારમાં એક અત્યંત લક્ઝરી એપાર્ટમેન્ટમાં રહે છે. ૨૦૨૪માં જન્મેલા તેમના પુત્ર વેદાવિદ સાથે તેઓ આ સુંદર ઘર શેર કરે છે. મુંબઈ ઉપરાંત આ કપલ પાસે અન્ય રાજ્યોમાં પણ કિંમતી મિલકતો છે.

આ સમાચાર પણ વાંચો : Dhurandhar 2 Success: 1600 કરોડની સફળતાનો નશો? રણવીર સિંહ વિશે માનવ ગોહિલે કહી આ મોટી વાત, ફેન્સ પણ ચોંકી ગયા

આદિત્ય ધરનું રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ

નિર્દેશકની મિલકતોની વાત કરીએ તો,આદિત્યએ ૨૦૨૦માં ચંદીગઢમાં અંદાજે  ૨ કરોડની કિંમતનો એક ડુપ્લેક્સ ખરીદ્યો હતો. હિમાચલના ગોહરમાં તેમની ૨૫ એકરની જૂની પૈતૃક સંપત્તિ છે. નોંધનીય છે કે આ એ જ સ્થળ છે જ્યાં ૨૦૨૧માં આદિત્ય અને યામીએ સાદગીથી લગ્ન કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Jio Studios (@officialjiostudios)


આદિત્ય ધરને મોંઘી ગાડીઓનો પણ શોખ છે. તેમના કાર કલેક્શનમાં BMW X7: ૨૦૨૩માં ખરીદેલ આ કારની કિંમત ₹૧ કરોડથી વધુ છે.Audi Q7: ૨૦૧૬માં અંદાજે ₹૯૦ લાખમાં આ ગાડી ખરીદવામાં આવી હતી. આ ઉપરાંત તેમની પાસે ઓડીની સેડાન કાર પણ છે.દિલ્હીના કાશ્મીરી પંડિત પરિવારમાં જન્મેલા આદિત્ય ધરની સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ તેમની ફિલ્મોમાં પણ જોવા મળે છે. તેમણે પોતાના ભાઈ લોકેશ ધર સાથે ‘B62 Studios’ નામનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું છે. ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ થી શરૂ થયેલી તેમની સફળતાની સફર હવે ‘ધ ઇમોર્ટલ અશ્વત્થામા’ અને ‘ચંદ્રગુપ્ત મૌર્ય’ જેવી મોટી ફિલ્મો તરફ આગળ વધી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More