Site icon

ઉદિત નારાયણ ના ગાયક સુપુત્ર આદિત્ય આ તારીખે ખાસ લોકોની હાજરીમાં મંદિરમાં કરશે લગ્ન..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

27 નવેમ્બર 2020

બોલિવૂડના પ્રસિદ્ધ પ્લેબેક સિંગર ઉદિત નારાયણનો પુત્ર આદિત્ય નારાયણ લગ્નના પવિત્ર બંધનમાં બંધાવવા જઇ રહ્યો છે. તાજેતરમાં જ આદિત્યએ મંગેતર સાથેની પહેલી તસવીર શેર કરીને જણાવ્યું હતું કે, તે લાંબા સમયથી અભિનેત્રી શ્વેતા અગ્રવાલને ડેટ કરી રહ્યો હતો. જે બાદ જ આદિત્યની રોકાની તસવીર સામે આવી હતી. હવે આદિત્યના લગ્નની તારીખ પણ જાહેર થઇ છે.

આપને જણાવી દઈએ કે આદિત્ય નારાયણ તથા શ્વેતા અગ્રવાલની રોકા સેરેમની આ મહિનાની શરૂઆતમાં થઈ હતી.

એક અહેવાલ મુજબ આદિત્ય નારાયણે કહ્યું હતું કે અમે પહેલી ડિસેમ્બરના રોજ લગ્ન કરવાના છીએ. કોરોનાને કારણે અમે માત્ર નજીકના પરિવારના સદસ્ય તથા કેટલાક મિત્રોને બોલાવીશું. મહારાષ્ટ્રમાં લગ્નમાં 50થી વધુ લોકોને આમંત્રણ આપવાની મંજૂરી ન હોવાથી અમે મંદિરમાં લગ્ન કરીશું અને પછી નાનકડું રિસેપ્શન પણ કરીશું.

 

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ આદિત્ય નારાયણે સોશિયલ મીડિયામાં પોતાના લગ્નની વાત કરતાં કહ્યું હતું કે, અમે લગ્ન કરવાના છીએ. હું નસીબદાર છું કે મને શ્વેતા મળી. મારી સાથી, 11 વર્ષ અગાઉ અને હવે અમે આખરે ડિસેમ્બરમાં લગ્ન કરવા જઈ રહ્યાં છીએ. 

Rani Mukerji : જાણો કેમ નેશનલ એવોર્ડ માં રાની મુખર્જી એ પહેર્યો હતો તેની દીકરી ના નામ નો નેકલેસ, અભિનેત્રી એ કર્યો ખુલાસો
Shoaib Akhtar Abhishek Bachchan: શોએબ અખ્તરે લાઈવ ટીવી પર અભિષેક બચ્ચન ને સમજ્યો ક્રિકેટર, એક્ટરે આપ્યો મજેદાર જવાબ
Salman Khan: ઐશ્વર્યા સાથે ના બ્રેકઅપ બાદ ભાંગી પડ્યો હતો સલમાન ખાન, તેરે નામ ના સેટ પર થઇ હતી આવી હાલત
Bobby Deol: બોબી દેઓલે ખોલ્યા તેના રહસ્યો, પોતાના જીવનના અંધારા સમય અને દારૂ ની લત ને લઈને કહી આવી વાત
Exit mobile version