News Continuous Bureau | Mumbai
મોડલ, કાસ્ટિંગ કો-ઓર્ડિનેટ અને એક્ટર આદિત્ય સિંહ રાજપૂતનું નિધન થયું છે. 22 મેના રોજ, અભિનેતા તેના ઘરના બાથરૂમમાં બેભાન અવસ્થામાં પડ્યો હતો, ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. જણાવવામાં આવી રહ્યું છે કે આદિત્ય સિંહ રાજપૂત મુંબઈના એક વિસ્તારમાં બહુમાળી ઈમારતના 11મા માળે રહેતો હતો. તેની ડેડ બોડી આ માળના વોશરૂમમાંથી મળી આવી હતી.
મિત્રને આદિત્ય સિંહ રાજપૂતની લાશ મળી
કહેવામાં આવી રહ્યું છે કે આદિત્યનો મૃતદેહ તેના મિત્રને ઘરના વોશરૂમ માંથી મળ્યો હતો. મિત્ર બિલ્ડિંગના ચોકીદારની મદદથી તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. રિપોર્ટ્સમાં સૂત્રોને ટાંકીને લખવામાં આવ્યું છે કે આદિત્ય સિંહ રાજપૂતનું મોત ડ્રગના ઓવરડોઝને કારણે થયું છે.આદિત્ય સિંહ વ્યવસાયે મોડલ, એક્ટર અને કાસ્ટિંગ કો-ઓર્ડિનેટર હતો. તેને કાસ્ટિંગ કો-ઓર્ડિનેટર તરીકે ઉદ્યોગમાં ઘણા ચહેરાઓને તક આપી હતી. તેણે ઈન્ડસ્ટ્રીમાં જબરદસ્ત દબદબો જમાવ્યો હતો. તેણે એક મોડેલ તરીકે ઘણી બ્રાન્ડ્સ સાથે કામ કર્યું, જ્યારે એક અભિનેતા તરીકે તે ઘણા કલાકારો સાથે સ્ક્રીન શેર કરતો જોવા મળ્યો. તેના નિધનથી ફિલ્મ, ટીવી અને મોડલિંગ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઈ ગઈ છે.
આ સમાચાર પણ વાંચો: જાણો કેમ જાણીજોઈને મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામમાં ફેલ થયા મનોજ બાજપેયી?માતા વિશે કહી આ વાત
આદિત્ય નું વર્ક ફ્રન્ટ
આદિત્ય સિંહ રાજપૂત મૂળ દિલ્હીનો હતો. તેણે પોતાના કરિયરની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી. તેણે 300 થી વધુ જાહેરાતોમાં કામ કર્યું. બાદમાં તેણે અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો. એક અભિનેતા તરીકે તેણે ‘ક્રાંતિવીર’ અને ‘મૈંને ગાંધી કો નહીં મારા’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. આદિત્યએ રિયાલિટી શો ‘Splitsvilla 9’માં સ્પર્ધક તરીકે કામ કર્યું હતું. તે ‘લવ, આશિકી, કોડ રેડ આવાઝ સીઝન 9 અને બેડ બોય સીઝન 4 જેવા ટીવી શોમાં પણ જોવા મળ્યો હતો.