News Continuous Bureau | Mumbai
પાકિસ્તાનથી આવ્યા બાદ ભારતીય નાગરિકતા મેળવનાર સિંગર અદનાન સામી હવે વિવાદમાં ફસાયેલો જોવા મળી રહ્યો છે. તેના નાના ભાઈ જુનૈદ સામી એ તેના પર ગંભીર આરોપ લગાવ્યા છે. જુનૈદે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. પોસ્ટમાં જુનૈદે અદનાન પર પોતાની પત્નીના અશ્લીલ વીડિયો બનાવવા, નકલી ડિગ્રી ખરીદવા જેવા અનેક ગંભીર આરોપો સાથે ભારતીય નાગરિકતા લેવા ના કારણ નો પણ ખુલાસો કર્યો છે.
અદનાન ને આપી ઓપન ચેલેન્જ
અદનાન સામીના ભાઈ જુનૈદ સામીએ સોશિયલ મીડિયા પર એક લાંબી નોટ શેર કરી છે. જેમાં તેણે સિંગર વિશે કેટલીક એવી વાતો લખી છે જેને જાણીને દરેકને આશ્ચર્ય થાય છે. પોસ્ટમાં જુનૈદે લખ્યું, “ઈમરાન ખાન બનવાનો સમય આવી ગયો છે. હું મારા મોટા ભાઈ અદનાન સામી વિશે ઘણા સત્યો જાહેર કરવા જઈ રહ્યો છું. કારણ કે હવે મને ફક્ત ઉપરવાળાથી જ ડર લાગે છે બીજા કોઈનો નહીં. હું આ બધું કરવા નથી માંગતો, પણ મારે કરવું પડશે, કારણ કે હવે સત્ય બહાર આવવું ખૂબ જ જરૂરી છે. આગળ, જુનૈદે અદનાનને તેની વાત સાચી સાબિત કરવા પડકાર ફેંકતા લખ્યું, “હું અદનાનને પડકાર આપું છું કે તે મારા એક નિવેદનને પણ ખોટું સાબિત કરી બતાવે.”
પોસ્ટમાં જાહેર કર્યું સત્ય
અત્યાર સુધી અદનાન કહેતો આવ્યો છે કે તેનો જન્મ ઈંગ્લેન્ડમાં થયો હતો. જ્યારે જુનૈદે પોસ્ટમાં લખ્યું છે કે, “અદનાનનો જન્મ 15 ઓગસ્ટ 1969ના રોજ રાવલપિંડીની એક હોસ્પિટલમાં થયો હતો. થોડા વર્ષો પછી 1973માં મારો જન્મ પણ આ હોસ્પિટલમાં થયો હતો, તેથી તે ખોટું છે કે અદનાનનો જન્મ ઈંગ્લેન્ડમાં થયો હતો.” ઇંગ્લેન્ડ માં તે ઓ લેવલ માં ફેલ થઇ ગયો અને પછી લાહોરથી તેની ડિગ્રી બનાવી. તે પછી તેણે અબુ ધાબીથી ખાનગી રીતે તેનું એ-લેવલ કર્યું.” પોસ્ટમાં અદનાન પર આરોપ લગાવતા જુનૈદે વધુમાં દાવો કર્યો કે ગાયકે તેની બીજી પત્નીનો પોર્ન વીડિયો બનાવ્યો અને તેને કોર્ટમાં બતાવ્યો. તેણે લખ્યું કે, “આ વાત મને પરેશાન કરે છે, હું મારી ગર્લફ્રેન્ડ સાથે પણ આવું ન કરી શકું. અદનને તેની બીજી પત્ની સબાહ સાથે વર્ષ 2007-2008 વચ્ચે અશ્લીલ વીડિયો રેકોર્ડ કર્યો હતો. જે બાદ અદનાને કોર્ટમાં કહ્યું હતું કે આ વીડિયો મેં નહી, પરંતુ સબાના બોયફ્રેન્ડ દ્વારા બનાવવામાં આવ્યો છે. તે પછી, તેણે કોર્ટમાં વિડિયો પણ સબમિટ કર્યો જેથી સમગ્ર ભારત તેને જોઈ શકે. મને કહેવામાં આવ્યું કે આ બધું જોઈને સબા કોર્ટમાં બેહોશ થઈ ગઈ હતી.”

પોસ્ટ વાયરલ થયા બાદ ડીલીટ કરી દેવામાં આવી
શુક્રવારે બપોરે આ પોસ્ટ સામે આવ્યા બાદ ખળભળાટ મચી ગયો હતો. જે બાદ જુનૈદે થોડી જ વારમાં તેને ડિલીટ કરી દીધી. આ પોસ્ટમાં જુનૈદે અદનાન સામીની ભારતીય નાગરિકતાનું કારણ પણ જણાવ્યું છે. જુનૈદનું કહેવું છે કેઅદનાને ભારતની નાગરિકતા એટલા માટે લીધી કારણ કે તેને ત્યાં સારા પૈસા આપવામાં આવી રહ્યા હતા. જે પાકિસ્તાન માં નહોતા મળતા. તેણે કહ્યું કે તેની માતાને ભારતીય કહેવાનો અદનાનનો દાવો પણ ખોટો છે. જુનૈદના કહેવા પ્રમાણે, દરોડા દરમિયાન અદનાન કેનેડાની જેલમાં પણ ગયો છે.