News Continuous Bureau | Mumbai
Ae watan mere watan: સારા અલી ખાન સ્ટારર ફિલ્મ એ વતન મેરે વતન નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આ ટ્રેલર સોશિયલ મીડિયા પર આવતા ની સાથે જ વાયરલ થઇ રહ્યું છે. સારા અલી ખાને ફિલ્મ ‘એ વતન મેરે વતન’માં સ્વાતંત્ર્ય સેનાની ઉષા મહેતાની ભૂમિકા ભજવી છે. ટ્રેલર જોઈને ચાહકો માં ફિલ્મ ને લઈને ઉત્સાહ વધી ગયો છે..
આ સમાચાર પણ વાંચો : Anant ambani: જાણો અનંત અંબાણી એ પોતાની સ્પીચ માં એવું તે શું કહ્યું કે,મુકેશ અંબાણી ની આંખોમાં આવી ગયા આંસુ
એ વતન મેરે વતન નું ટ્રેલર
2 મિનિટ 52 સેકન્ડનું ટ્રેલર પ્રેક્ષકોને બોમ્બેની કોલેજની વિદ્યાર્થીની 22 વર્ષની ઉષાનો પરિચય કરાવે છે. ભારતની આઝાદી માટેના તેમના અમર પ્રેમથી પ્રેરિત થઈને, તેમણે એક ભૂગર્ભ રેડિયો સ્ટેશનની સ્થાપના કરી જેણે દેશને અંગ્રેજો સામે એક કર્યા. ટ્રેલર સ્ક્રીન પર ભારતની આઝાદી માટેના મુશ્કેલ યુદ્ધ દરમિયાન દેશના યુવાનોની હિંમત અને બલિદાન દર્શાવે છે. 1942ની ઐતિહાસિક ભારત છોડો ચળવળની ઘટનાઓ પર આધારિત, આ ફિલ્મ વાસ્તવિક ઘટનાઓથી પ્રેરિત છે, જે ભારતની આઝાદી માટેના સંઘર્ષને દર્શાવે છે.
rising from the shadows of history, a tale of unyielding courage emerges
witness the journey unfold in #AeWatanMereWatanOnPrime, Mar 21 pic.twitter.com/4yQL2cgg7j— prime video IN (@PrimeVideoIN) March 4, 2024
સારા અલી ખાન ઉપરાંત આ ફિલ્મ માં સચિન ખેડેકર, અભય વર્મા, સ્પર્શ શ્રીવાસ્તવ, એલેક્સ ઓ’નીલ અને આનંદ તિવારી પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મમાં ઈમરાન હાશ્મી ગેસ્ટ રોલમાં જોવા મળશે. ‘એ વતન મેરે વતન’ તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ડબ્સ સાથે હિન્દીમાં 21 માર્ચે ભારતમાં અને વિશ્વભરના 240 થી વધુ દેશો અને પ્રદેશોમાં પ્રાઇમ વિડિયો પર પ્રીમિયર થશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)